For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2021: PPFમાં રોકાણ લિમિટ 3 લાખ રૂપિયા કરવાની માંગ, આ ફાયદો થશે

Budget 2021: PPFમાં રોકાણ લિમિટ 3 લાખ રૂપિયા કરવાની માંગ, આ ફાયદો થશે

|
Google Oneindia Gujarati News

Budget 2021: રોકાણ માટે પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF) એક સારો ઓપ્શન માનવામાં આવે છે. સેલ્ફ એમ્પ્લોઈડ લોકો પણ આમા રોકાણ કરી શકતા હોવાથી આ સારો વિકલ્પ છે. એટલું જ નહિ પીપીએફમાં રોકાણ કરવાથી ટેક્સની બચત પણ થાય છે. પરંતુ સમસ્યા એ છે કે પીપીએફમાં એક વર્ષે તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા જ રોકી શકો છો. જો કે આ લિમિટ વધારવાની માંગ થઈ રહી છે. જણાવી દઈએ કે થોડા દિવસોમાં જ બજેટ 2021 આવવાનું છે. બજેટમાં પીપીએફમાં રોકાણની લિમિટ વધારવાની માંગ થઈ રહી છે. ઈન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉંટેંટ્સ ઑફ ઈન્ડિયાએ સરકાર પાસેથી પીપીએફમાં યોગદાનની સીમા વધારીને 3 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. ચાર્ટર્ડ એકાઉંટેંટના પ્રમુખ સંસ્થાને પોતાના પ્રી બજેટ જાહેરાતમાં આ ભલામણ કરી છે.

તમને કેવી રીતે ફાયદો થશે?

તમને કેવી રીતે ફાયદો થશે?

પીપીએફ સ્વયં નિયોજિત વ્યક્તિઓ, ઉદ્યમિઓ અને વેપારીઓ માટે ટેક્સ બચાવવાનો અને રોકાણ કરવાનો એક મહત્વપૂર્ણ વિકલ્પ છે. નોકરી કરતા લોકો માટે ઈપીએફમાં યોગદાન કરવાનો પણ વિકલ્પ છે જ્યારે સ્વ-રોજગાર લોકો પાસે ટેક્સ બચાવવાનો એકમાત્ર વિકલ્પ પીપીએફ છે. જોબ કરતા અથવા બિઝનેસ કરતા લોકોને સમાન ફાયદો પહોંચાડવા માટે પીપીએફ યોગદાન સીમાને વધારીને 3 લાખ રૂપિયા કરવાની માંગ થઈ રહી છે. જો આ લિમિટ વધી તો સ્વ-રોજગાર લોકો પીપીએફમાં 3 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકશે, જેના પર તેમને ટેક્સ બેનિફિટ મળશે.

આ લાભ પણ મળશે

આ લાભ પણ મળશે

આઈસીએઆઈ મુજબ પીપીએફ યોગદાન સીમા વધારવાથી ઘરેલૂ બચતને પ્રોત્સાહન મળી શકે છે અને તેનો મોંઘવારી-વિરોધી પ્રભાવ પડી શકે છે. આ ઉપરાંત વર્તમાન 1.5 લાખ રૂપિયાની લિમિટને કેટલાય વર્ષોથી વધારવામાં આવી નથી અને તેના પર પુનર્વિચાર કરવો જરૂરી છે. આઈસીએઆઈએ પીપીએફની યોગદાન લિમિટને વધારવાની સાથે જ સેક્શન 80CCF અંતર્ગત કટૌતીની મહત્તમ સીમાને 1.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ ભલામણ કરી છે.

પીપીએફ છે ઈઈઈ ઓપ્શન

પીપીએફ છે ઈઈઈ ઓપ્શન

પીપીએફ ખાતાધારકને ઈઈઈ કેટેગરી અંતર્ગત ટેક્સમાં છૂટ મળે છે. અહીં ઈઈઈ (Exemption-Exemption-Exemption)નો મતલબ છે છૂટ, છૂટ, છૂટ એટલે કે રોકાણ અવધી દરમ્યાન મળતા વ્યાજ, કરેલ રોકાણ અને મેચ્યોરિટી પર મળતી રાશિ બધા પર ટેક્સ છૂટ મળે છે. કોઈ નાણાકીય વર્ષમાં પીપીએફમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. ઓછું જોખમ લેનારા રોકાણકારો માટે પીપીએફ બેસ્ટ ઑપ્શન છે.

Union Budget 2021: મોદી સરકારના 8 બજેટ, ક્યાંક મળી રાહત તો ક્યાં વધ્યો બોજોUnion Budget 2021: મોદી સરકારના 8 બજેટ, ક્યાંક મળી રાહત તો ક્યાં વધ્યો બોજો

English summary
Budget 2021: Here is what you can be benefited if investment limit in PPF increases to 3 lakh rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X