Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ ટીમના આ 6 લોકો પર છે જવાબદારી
નાણામંત્રી નિર્મલા સીતારમણની 6 લોકોની ટીમે બજેટ તૈયાર કર્યુ છે. જેમાં બે નવા ચહેરા છે. આવો, જાણીએ આ બજેટ ટીમ વિશે..
નાણાકીય વર્ષ 2021-21 માટે કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યુ છે. આ વખતે કોવિડ-19ના કારણે કથળેલી અર્થ વ્યવસ્થાને જોતા સૌની આશા બજેટ પર છે અને સૌ રાહ જોઈ રહ્યા છે કે બજેટમાં દરેક સેક્ટર માટે શું ફાળવવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની 6 લોકોની ટીમે બજેટ તૈયાર કર્યુ છે. જેમાં બે નવા ચહેરા છે. આવો, જાણીએ આ બજેટ ટીમ વિશે..

CEA કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન
કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને ડિસેમ્બર 2018માં આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા હતા. સુબ્રમણ્યને યુનિવર્સિટી ઑફ શિકાગો બુથ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી પીએચડીની ડિગ્રી લીધી છે. તેઓ દેશના સીઈએ બનતા પહેલા ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસમાં ભણાવતા હતા. તેમણે બેંકિંગ, કૉર્પોરેટ પ્રશાસન અને આર્થિક નીતિને એક્સપર્ટ માનવામાં આવે છે. સુબ્રમણ્યને ઑલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ પૉલિસી, પ્રાઈમરી માર્કેટ, સેકન્ડરી માર્કેટ અને રિસર્ચ પર SEBIની સ્થાયી સમિતિના સભ્ય તરીકે કામ કર્યુ છે. પોતાની કૉર્પોરેટ નીતિના કામ હેઠળ, તેઓ બંધન બેંક, નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ બેંક મેનેજમેન્ટ અને RBI એકેડમી બોર્ડ માટે કામ કરી ચૂક્યા છે. લૉકડાઉન બાદ સુબ્રમણ્યને અનુમાન વ્યક્ત કર્યુ કે અર્થવ્યવસ્થા વી શેપ રિકવરી નોંધાવશે.

તરુણ બજાજ
1988 હરિયાણા બેચના આઈએએસ અધિકારી તરુણ બજાજ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગમાં સચિવ છે. નાણા મંત્રાલય જોઈન કરતા પહેલા તેઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે ઘણા રાહત પેકેજ પર કામ કર્યુ છે. ત્રણ આત્મનિર્ભર ભારત પેકેજને આકાર આપવામાં બજાજની મહત્વપૂર્ણ ભૂમિકા રહીછે. બજેટમાં જોવાનુ રહેશે કે તેમના સૂચન કેવી રીતે સરકારને અર્થવ્યવસ્થામાં જીવ રેડવામાં મદદ કરે છે.

અજય ભૂષણ પાંડેય
રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડેય મહારાષ્ટ્ર કેડરની 1984ની બેચના આઈએએસ અધિકારી છે. તેઓ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(UIDAI)ના સીઈઓ રહી ચૂક્યા છે. પાંડેય આઈઆઈટી-કાનપુરથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ કર્યુ છે અને મિનેસોના યુનિવર્સિટીથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી છે. પાંડેય પર હેલ્થ તેમજ ડિફેન્સ પર ખર્ચ કરવા માટે રેવન્યુ એકઠી કરવા અને મહામારીમાં આવકવેરાનો દર ઓછો રાખીને બેલેન્સ બનાવવાની જવાબદારી છે.

દેબાશીષ પાંડા
દેબાશીષ પાંડા નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગમાં સચિવ છે. બજેટમાં નાણાકીય સેક્ટર સાથે જોડાયેલ બધા એલાન તેમની જવાબદારીમાં આવે છે. તેઓ1987 ઉત્તર પ્રદેશ બેંચના આઈએએસ છે. પાંડા પર નાણાકીય સિસ્ટમની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આરબીઆઈ સાથે મળીને કામ કરવાની પણ જવાબદારી છે.

ટીવી સોમનાથન
ટીવી સોમનાથન વ્યય વિભાગના સચિવ છે. તેઓ વિશ્વ બેંકમાં કામ કરી ચૂક્યા છે અને સંયુક્ત સચિવ તરીકે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. સોમનાથન 1987 બેંચના તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ કોલકત્તા વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં પીએચડી છે.

તુહીન કાંત પાંડે
તુહીન કાંત પાંડે રોકાણ તેમજ સાર્વજનિક પરિસંપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ છે. તેમણે ઓક્ટોબર 2019માં ડીઆઈપીએએમ સચિવનો પદભાર સંભાળ્યો. તુહીન કાંત પાંડે 1987 બેચના ઓરિસ્સા કેડરના આઈએએસ અધિકારી છે. આ વખતના બજેટમાં તેમના કાર્યો પર પણ નજર રહેશે કારણકે કેન્દ્રનુ હાલમાં ડિસઈન્વેસ્ટમેન્ટથી આવક વધારવા પર ભાર છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
