For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: PM આવાસ યોજના હેઠળ બનાવવામાં આવશે 80 લાખ નવા ઘર, 48000 કરોડ ખર્ચ કરશે સરકાર

નિર્મલા સીતારમણે જણાવ્યુ કે પીએમ આવાસ યોજના હેઠળ ભવિષ્યમાં 80 લાખ નવા મકાન બનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દીલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ રજૂ કર્યુ. પોતાના કાર્યકાળના ચોથા બજેટમાં નાણામંત્રીએ મોદી સરકારની ઘણી નવી યોજનાઓ વિશે જણાવ્યુ. વળી, અલગ-અલગ સેક્ટરમાં વધારવામાં આવેલા રોકાણની માહિતી આપી. નિર્મલા સીતારમણે જણાવ્યુ કે પીએમ આવાસ યોજના હેઠળ ભવિષ્યમાં 80 લાખ નવા મકાન બનાવવામાં આવશે. આ લક્ષ્યને પૂરુ કરવા માટે મોદી સરકાર તરફથી 48 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી આ રકમને જાહેર પણ કરી દેવામાં આવી છે.

real estate

બજેટ મુજબ 2022-23માં પીએમ આવાસ યોજના માટે પસંદ કરવામાં આવેલા લોકો માટે 80 લાખ નવા ઘરોનુ નિર્માણ પૂરુ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 60,000 ઘરોને પીએમ આવાસ યોજના માટે લાભાર્થીઓને રૂપે ઓળખવામાં આવશે. આ ઉપરાંત 3.8 કરોડ પરિવારોને નળનુ પાણી ઉપલબ્ધ કરાવવા માટે 60,000 કરોડ રુપિયા ફાળવવામાં આવશે. સસ્તા આવાસ યોજના માટે 2022-23માં 80 લાખ પરિવારોની ઓળખ કરવામાં આવશે. નવા ઘરો માટે શહેરી વિસ્તારમાં વધુ રકમ ફાળવવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારો માટે આધુનિક ઘરોનુ નિર્માણ કરવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થવા સુધી એટલે કે 2047માં દેશની અડધાથી વધુ વસ્તી શહેરી વિસ્તારોમાં રહેવા લાગશે. આ સાથે જ ગંગા નદીના કિનારે 5 કિમી પહોળા ગલિયારામાં ખેડૂતોની જમીન પર ફોકસ સાથે આખા દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. વળી, એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ, ગેમિંગ અને કૉમિક્સ(એવીજીસી) સેક્ટરમાં યુવાનોને રોજગાર આપવાની અપાર સંભાવનાઓ છે. બધી હિતધારકોને એક સાથે એવીજીસી પ્રમોશન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. આ આપણા બજાર અને વૈશ્વિક માંગ માટે ઘરેલુ ક્ષમતાનુ નિર્માણ કરશે.

English summary
Budget 2022 80 lakh new houses will be built under PM Awaas Yojana government will spend 48000 crores
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X