For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: સીતારમણનુ સૌથી નાનુ બજેટ ભાષણ, 92 મિનિટમાં થયુ ખતમ, ક્યારેક સતત બોલ્યા હતા 2 કલાક 42 મિનિટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પોતાનુ બજેટ ભાષણ લગભગ 92 મિનિટમાં પૂરુ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પોતાનુ બજેટ ભાષણ લગભગ 92 મિનિટમાં પૂરુ કર્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનુ અત્યાર સુધીનુ આ સૌથી નાનુ બજેટ ભાષણ છે. બજેટ 2022 ભાષણનો સમય 92 મિનિટ 6 સેકન્ડ છે એટલે કે લગભગ દોઢ કલાક. વર્ષ 2021માં નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કલાક 50 મિનિટ સુધી ભાષણ આપ્યુ હતુ. નિર્મલા સીતારમણના નામ જ સૌથી લાંબુ ભાષણ આપવાનો પણ રેકોર્ડ છે. નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2020ના રોજ કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કરીને 2 કલાક 42 મિનિટ સુધી બજેટ ભાષણ આપીને છવાઈ ગયા હતા.

લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારમણના નામે

લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારમણના નામે

વર્ષ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કરીને 2 કલાક 42 મિનિટ સુધી બજેટ ભાષણ રજૂ કર્યુ હતુ. ત્યારબાદ નિર્મલા સીતારમણ સૌથી લાંબુ બજેટ ભાષણ આપનાર ભારતના નાણામંત્રી બની ગયા છે. તેમના આ બજેટ ભાષણમાં કુલ 18 હજાર 926 શબ્દો હતો. જો કે ભાષણ આપીને તેમની તબિયત બગડી ગઈ હતી. માટે છેલ્લા 2 પાના તેઓ વાંચી શક્યા નહોતા. નહિતર બજેટ 2020 હજુ વધુ લાંબુ હોત.

જાણો કોણે રજૂ કર્યુ છે અત્યાર સુધીનુ સૌથી નાનુ બજેટ ભાષણ

જાણો કોણે રજૂ કર્યુ છે અત્યાર સુધીનુ સૌથી નાનુ બજેટ ભાષણ

ભારતમાં અત્યાર સુધીનુ સૌથી નાનુ બજેટ ભાષણ 1977માં તત્કાલીન નાણામંત્રી હીરુભાઈ મુળજીભાઈ પટેલે બનાવ્યુ હતુ. આમાં 800 શબ્દો હતો. જો કે નિર્મલા સીતારમણે સૌથી લાંબુ બજેટ ભાષણ 2020માં જરુર આપ્યુ હતુ પરંતુ તે મહત્તમ શબ્દોવાલુ સૌથી લાંબુ બજેટ ભાષણ નહોતુ. 1991માં નરસિંહા રાવ સરકાર હેઠળ મનમોહન સિંહે 18,650 શબ્દોનુ સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચ્યુ હતુ. પરંતુ તેમણે સમય 2 કલાક 42 મિનિટથી ઓછો લીધો હતો. 2018માં નાણામંત્રી અરુણ જેટલીના ભાષણમાં 18,604 શબ્દો હતા.

નિર્મલા સીતરમણના ચાર બજેટ ભાષણોનો સમય જાણો

નિર્મલા સીતરમણના ચાર બજેટ ભાષણોનો સમય જાણો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે(1 ફેબ્રુઆરી, 2022)એ પોતાનુ ચોથુ કેન્દ્રીય બજેટ 2022 સંસદમાં રજૂ કર્યુ છે. વર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિને જોતા આ બીજુ પેપરલેસ બજેટ પણ હતુ.
બજેટ 2022 - 1 કલાક 31 મિનિટ
બજેટ 2021 - 1 કલાક 50 મિનિટ
બજેટ 2020 - 2 કલાક 42 મિનિટ
બજેટ 2019 - 2 કલાક 15 મિનિટ

English summary
Budget 2022: Nirmala Sitharaman Shortest Budget Speech Yet only 92 Minutes speak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X