For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: શું મળશે ખુશખબરી? ટ્રેન ભાડા વધશે કે ઘટશે? જાણો આ વખતે બજેટમાં શું હશે ખાસ

લોકોની નજર એ વાત પર ટકી છે કે આ બજેટમાં શું હશે. શું નાણામંત્રી રેલવે ભાડામાં છૂટ આપશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટમાં જ હવે રેલવે બજેટ પણ શામેલ હોય છે. એટલે કે સામાન્ય બજેટ સાથે જ રેલવે બજેટ પણ શામેલ હશે. માટે લોકોની નજર એ વાત પર ટકી છે કે આ બજેટમાં શું હશે. શું નાણામંત્રી રેલવે ભાડામાં છૂટ આપશે, શું માલ ભાડામાં કોઈ ફેરફાર થશે? શું ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે?

શું ગિફ્ટ મળશે

શું ગિફ્ટ મળશે

1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ 2022માં ટ્રેન ટિકિટ વધારાને લઈને કે માલ ભાડાના દરોમાં કે મુસાફર ભાડામાં કોઈ પણ પ્રકારના ફેરફારની આશા નથી. એ વિશેની આશા બહુ ઓછી છે કે નાણામંત્રી યાત્રી ભાડામાં કોઈ પણ પ્રકારની છૂટની ઘોષણા કરે. રેલવેને કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે ઘણુ નુકશાન થયુ પરંતુ જાણકારોનુ માનવુ છે કે નુકશાન છતાં રેલવે ભાડામાં વધારાના અણસાર ખૂબ ઓછા છે. માનવામાં આવી રહ્યુ છે કે રેલવે નુકશાનમાંથી બહાર નીકળવા માટે યાત્રી ભાડાના બદલે અન્ય ઉપાય કરી શકે છે .

બજેટમાં થઈ શકે છે વધારો

બજેટમાં થઈ શકે છે વધારો

માનવામાં આવી રહ્યુ છે કે નાણામંત્રી બજેટમાં ઘણી નવી રેલ સુવિધાઓનુ એલાન કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે રેલવે બજેટમાં વધારો કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ગયા એક વર્ષમાં 26 હજાર 338 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. માનવામાં આવી રહ્યુ છે કે રેલવે આ બજેટમાં નવી ટ્રેનોનુ એલાન કરી શકે છે. ભારતીય રેલવે હાઈ સ્પીડ રેલ નેટવર્કને લઈને પણ મોટા એલાન કરી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે બજેટમાં લાંબુ અંતર નક્કી કરતી ટ્રેનોમાં એલ્યુમિનિયનથી બનેલા ડબ્બા લગાવવાની ઘોષણા કરવામાં આવી શકે છે. ટ્રેનોની ગતિ વધારવા અંગે પણ ઘોષણા કરવામાં આવી શકે છે.

રેલવે સ્ટેશનોની કાયાકલ્પ

રેલવે સ્ટેશનોની કાયાકલ્પ

જાણકારોની માનીએ તો બજેટમાં નાણામંત્રી દેશના 500 રેલવે સ્ટેશનોના કાયાકલ્પને લઈને પણ ઘોષણા કરી શકે છે. સ્ટેશનોની સાફ-સફાઈ, તેની કાયાકલ્પને લઈને ઘણી ઘોષણાઓ કરી શકે છે. સ્ટેશનો પર વિજળી અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે બજેટમાં એલાન કરવામાં આવી શકે છે. હાઈડ્રોજન, બાયોફ્યુઅલ અને સોલર એનર્જી પર નિર્ભરતા વધારવા માટે બજેટમાં ઘોષણા કરવામાં આવી શકે છે.

English summary
Budget 2022: Rail Budget 2022 on 1 Feb, will the train ticket fare increase or decrease, Know what happen in union budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X