Budget 2025 Expectations: ઈલેક્ટ્રિક વાહન પર બજેટમાં થઇ શકે સસ્તી લોનની ઘોષણા?
Budget 2025 Expectations: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. આ બજેટથી લોકોને ઘણી ઉમ્મીદ છે. ઑટોમોબાઇલ ઈન્ડસ્ટ્રી પણ આ બજેટને લઈ ઉત્સાહિત છે. માનવામાં આવી રહ્યું છે કે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર ઈલેક્ટ્રિક વાહનોને લઈ મોટું એલાન કરી શકે છે. જણાવી દઈએ કે પાછલા કેટલાક વર્ષોમાં ઓટો ઈન્ડસ્ટ્રીએ ઈલેક્ટ્રિક વાહનો પર પોતાનું ફોકસ વધાર્યું છે. હવે તેમને ઉમ્મીદ છે કે જો સરકાર તરફથી સમર્થન મળે તો ગ્રીન મોબિલિટીનો ટાર્ગેટ પૂરો થઇ શકે છે.

2030 સુધી સરકારે ટાર્ગેટ રાખ્યો
જણાવી દઈએ કે સરકારે લક્ષ્ય રાખ્યો છે કે દેશભરમાં 2030 સુધીમાં ગાડીઓના કૂલ વેચાણમાં 30 ટકાની ભાગીદારી ઈલેક્ટ્રિક વાહનોની હોવી જોઈએ. હવે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક્સપર્ટનું કહેવું છે કે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબ્સિડીની ઘોષણા થયા પછી જ આ ટાર્ગેટ હાંસલ કરી શકાય તેમ છે. જણાવી દઈએ કે આજે પણ દેશમાં ઈલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડીઝલ ગાડીઓની કિંમતોથી વધુ કિંમત પર છે. એવામાં જો સરકાર આની સાથે જોડાયેલ ઘોષણા કરે છે અને કિંમતમાં કમી આવે છે તો લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ અગ્રેસર હશે.
ઈલેક્ટ્રિક વાહનો પર સસ્તા દરે મળશે લોન?
આ ઉપરાંત બજેટમાં સરકાર ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે સસ્તા દરે લોનની પણ ઘોષણા કરી શકે છે. આના માટે સરકારે બેંકો અને એનબીએફસી કંપનીઓને નિર્દેશ આપવામાં આવી શખે છે. કહેવામાં આવી રહ્યું છે કે આનાથી બેંક અને એનબીએફસી કંપનીઓને જે નુકસાન થશે, તેની ભરપાઈ સરકાર સબ્સિડીના રૂપમાં કરશે.
બેટરી મેન્યુફેક્ચરિંગને લઈ ઘોષણા કરી શકે સરકાર
ઑટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની માંગ છે કે સરકાર કંઈક એવી ઘોષણા કરી શકે છે, જેનાથી દેશમાં જ બેટરીનું મેન્યુફેક્ચરિંગ થવા લાગે. આના માટે સરકારે કોઈ સ્કીમ લાવવી જોઈએ, જેથી બેટરીની કિંમતમાં ઘટાડો આવે. જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ એક ઈલેક્ટ્રિક વાહનો ખરીદે છે તો તેને બેટરીની કિંમત વધુ ચૂકવવી પડે છે. જો બેટરીની કિંમત સસ્તી થશે તો સ્વાભાવિક રીતે વાહન પણ સસ્તાં થશે.












Click it and Unblock the Notifications
