For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Kisan Scheme: શું તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા? નહિ તો આ નંબર પર કોલ કરો

PM Kisan Scheme: શું તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા? નહિ તો આ નંબર પર કોલ કરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના સંકટને કારણે લૉકડાઉન ચાલુ છે. લૉકડાઉનમાં દેશના ગરીબો, મજૂરો અને ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે રાશન સાથેસાથે આર્થિક મદદની ઘોષણા પણ કરી. કેન્દ્ર સરકારે 1.70 લાખ કરોડના રાહત પેકેજનું એલાન કર્યું. સરકારે દેશના અન્નતાદાતાઓની મુશ્કેલી ઘટાડવા માટે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કર્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી જાણકારી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત દેશના 9.13 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18253 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. જો તમારા ખાતામાં 2000 રૂપિયાનો હફ્તો જમા નથી થયો તો તમે નીચે આપેલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકો છો.

દેશના ખેડૂતોના ખાતામાં 2000 કરોડ જમા કર્યા

દેશના ખેડૂતોના ખાતામાં 2000 કરોડ જમા કર્યા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી જાણકારી આપી કે લૉકડાઉન દરમિયાન 9.13 કરડ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત 18253 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જ્યારે 3 કરોડ ખેડૂતોએ કુલ 4,22,113 કરોડ રૂપિયાના કૃષિ લોનની ઈએમઆઈ ચૂકવવા માટે રાહત આપી છે. જો તમારા ખાતામાં આ પૈસા નથી પહોંચ્યા તો પરેશાન થવાની જરૂર નથી. હેલ્પલાઈન નંબર પર ફોન કરી તમે જાણકારી મેળવી શકો છો.

આ નંબર પર ફોન કરો

આ નંબર પર ફોન કરો

જો તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નથી આવ્યા તો તમે જિલ્લા કૃષિ અધિકારીને આ અંગે જાણકારી આપી શકો છો. જ્યારે તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના હેલ્પલાઈન નંબર PM Kisan Helpline 155261 પર અથવા Toll Free નંબર 1800115526 પર ફોન કરી જાણકારી આપી શકો છો. આ ઉપરાંત તમે કૃષિ મંત્રાલયના 011-23381092 નંબર પર ફોન કરી ખાતામાં પૈસા જમા ના થયા હોવાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.

યાદીમાં તમારું નામ તપાસસો

યાદીમાં તમારું નામ તપાસસો

ફોન પર જાણકારી આપવા ઉપરાંત આ લિસ્ટમાં તમે તમારું નામ પણ ચેક કરી શકો છો. તમે પીએમ કિસાન સમ્માનની વેબસાઈટ pmkisan.gov.in પર જઈ લાભાર્થી સૂચી લિંક પર ક્લિક કરી તમારા રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લૉક અને ગામનું નામ નોંધી તમારું નામ જોઈ શકો છો.

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શું છે

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શું છે

જણાવી દઈએ કે દેશના અન્નદાતાઓની જરૂરતોને જોતા કેન્દ્ર સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી. આ સરકારી યોજના અંતર્ગત દેશભરના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રમક ત્રણ હફ્તામાં વહેંચવામાં આવે છે. દરેક હફ્તો 2000 રૂપિયાનો હોય છે. આનો પહેલો હફ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે. 9.13 કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજના અંતર્ગત રકમ જમા કરવામાં આવી છે.

દેશમાં 24 કલાકમાં 4213 નવા કેસ, કુલ સક્રમિતોની સંખ્યા 67 હજારથી વધુદેશમાં 24 કલાકમાં 4213 નવા કેસ, કુલ સક્રમિતોની સંખ્યા 67 હજારથી વધુ

English summary
Centre Disbursed Rs 18,253 Crore Under PM-KISAN Scheme During Lockdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X