Changes from 1ST June : 1 જૂનથી બદલાઇ જશે આ નિયમો, જાણો લો ફાયદામાં રહેશો
changes from 1ST June : દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો બદલાઇ જાય છે. આવામાં 1 જૂન તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. એવી આશા રાખવમાં આવી છે કે, એક અઠવાડિયા બાદ ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.
તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં થોડો ઘટાડો થશે. આવા સમયે, રેપો રેટમાં વધારો કર્યા બાદ, કેટલીક અન્ય બેંકો તેમના વ્યાજ દરમાં વધારો કરવા જઈ રહી છે. જેની સીધી અસર લોન લેનારાઓને પડશે. આવા સમયે, 1 જૂનથી ઘણી વિશેષ ટ્રેનો શરૂ થવાની છે.

મોંઘો થઈ શકે છે વીમો - જાણકારી અનુસાર, 1 જૂનથી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વધારવાની તૈયારીઓ થઈ રહી છે. જોકે, હજુ સુધી કંપનીઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો છે કે, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ 1લી જૂને લંબાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માર્ગ મંત્રાલય દ્વારા તેનું ગેઝેટ પણ જાહેર કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે 1000 સીસીથી ઓછી કાર માટે છે. 1000 થી 1500 સીસી કાર માટે થર્ડ પાર્ટી વીમો 3221 રૂપિયાથી વધારીને 3416 રૂપિયા કરવામાં આવ્યો છે. જેને હવે વધુ વધારવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે વાહનોની ક્ષમતા 1500 સીસીથી વધુ છે, તેમના માટે થર્ડ પાર્ટી વીમો 7890 થી વધારીને 7897 કરવામાં આવશે.
હોલમાર્કિંગ ફરજિયાત થશે - 1 જૂન, 2023થી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. દેશના 256 જિલ્લાઓમાં 1 જૂનથી સોનાના આભૂષણો અને કલાકૃતિઓનું હોલમાર્કિંગ ફરજિયાત બનશે અને તેમાં 32 નવા જિલ્લા ઉમેરાશે. જોકે, આ ઓર્ડર ગયા વર્ષનો છે, પરંતુ હજૂ પણ ઘણા જિલ્લાઓમાં આદેશનું પાલન થતું નથી.
આવા જિલ્લાઓની ઓળખ કરીને તેનો કડક અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. નહિંતર, તમને કાર્યવાહી માટે તૈયાર રહેવા ચેતવણી આપવામાં આવી છે. એટલે કે 1 જૂનથી હોલમાર્કિંગ વગરના દાગીનાનું વેચાણ નહીં થાય.
LPG સિલિન્ડરમાં થઈ શકે છે ઘટાડો - 1 જૂન, 2023થી LPG સિલિન્ડરની કિંમતોમાં થોડો ઘટાડો થઈ શકે છે. કારણ કે, કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા એક સપ્તાહથી કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
જેના કારણે ઘરેલું સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે, ગયા મહિને પણ એલપીજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. જોકે, કેટલો વધારો થશે તે જોવા માટે 1 જૂન સુધી રાહ જોવી પડશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
