For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#BoycottChina વચ્ચે ICICI Bank માં ચીનની સરકારી બેંકે રોકાણ કર્યું

#BoycottChina વચ્ચે ICICI Bank માં ચીનની સરકારી બેંકે રોકાણ કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક તરફ બોર્ડર પર ચીનની હરકતો બાત ચીની પ્રોડક્ટ્સને બૉયકોટ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ અહીંની સેન્ટ્રલ બેંક કોઈને કોઈ પ્રકારે રોકાણ લાવવા મથી રહી છે. ચીની કેન્દ્રીય બેંક, પીપુલ્સ બેંક ઑફ ચાઈનાએ આઈસીઆઈસીઆઈ બેંકમાં રોકાણ કર્યું છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ પીપુલ્સ બેંક ઑફ ચાઈનાએ HDFC Bank બાદ ICICI બેંકમાં પણ આ વર્ષે થોડી ભાગીદારી ખરીદી લીધી છે. જો કે મળેલી માહિતી મુજબ આનાથી દેશમાં કોઈ ખતરો નથી.

357 રોકાણકારોએ રોકાણ કર્યું

357 રોકાણકારોએ રોકાણ કર્યું

આ વર્ષે માર્ચમાં ચીનની સેન્ટ્રલ બેંકે એચડીએફસીમાં રોકાણ એક ટકાથી વધારી દીધુ્ં હતું. કોરોના વાયરસ મહામારી વચ્ચે જ આવેલા આ સમાચાર પર ઘણો વિવાદ પણ થયો હતો. પીપુલ્સ બેંક ઑફ ચાઈના મ્યૂચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ સહિત એ 357 સંસ્થાગત રોકાણોમાં સામેલ છે જેણે હાલમાં જ આઈસીઆઈસીઆઈ બેંકના ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ ઑફરમાં 15000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકે રૂપિયા એકઠા કરવા માટે સંસ્થાગત રોકાણથી પૈસા એકઠા કરવા માટે કોશિશ કરી હતી અને પાછલા અઠવાડિયે જ તેનો ટાર્ગેટ પૂરો થયો.

ચીની બેંકે 15 કરોડનું રોકાણ કર્યું

ચીની બેંકે 15 કરોડનું રોકાણ કર્યું

ચીનના કેન્દ્રીય બેંકે આઈસીઆઈસીઆઈ બેંકમાં માત્ર 15 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને રોકાણ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ દ્વારા થયો છે. અન્ય વિદેશી રોકાણોમાં ,િંદારુકની ,સરકાર, મોર્ગન ઈન્વેસ્ટમેન્ટ, સોસાઈટે જનરલ આદિ સામેલ છે. એક્સપર્ટ્સ મુજબ બેંકિંગ ભારતમાં ઘણી રેગ્યુલેટેડ એટલે કે રિઝર્વ બેંકની સખ્ત દેખરેખમાં રહેતો કારોબાર છે, માટે આનાથી દેશહિતને કોઈ ખતરો ના થી શકે. તેમનું કહેવું છે કે પાંચ ટકાથી વધુ શેરની ખરીદીમાં આરબીઆઈની મંજૂરીની જરૂરત પડે છે અને માટે ચિંતા કરવાની જરૂરત નથી.

HDFC Bank માં રોકાણ પર હંગામો

HDFC Bank માં રોકાણ પર હંગામો

અગાઉ ચીનની આ કેન્દ્રીય બેંકે હાઉસિંગ લોન કંપની એચડીએફસી લિમિટેડમાં કરેલ રોકાણ પર ભારે હંગામો થયો હતો. ચીનની કેન્દ્રીય બેંક હવે અમેરિકાની જગ્યાએ ભારત જેવા બીજા દેશોમાં રોકાણ વધારી રહી છે. જે બાદ સરકારે વિદેશી પોર્ટફોલિયો રોકાણના નિયમોમાં વધુ સખ્તાઈ કરી દીધી હતી. ખાસ કરીને ચીન અથવા અન્ય પાડોસી દેશોથી આવતા રોકાણ માટે સખ્ત નિયમ બનાવી દેવામાં આવ્યા છે. જો કે બાદમાં ચીની બેંકે એચડીએફસીમાં પોતાનું રોકાણ એક ટકાથી ઘટાડી દીધું. હાલ દેશમાં ચીની રોકાણ પર કોઈપણ પ્રકારે પ્રતિબંધ નથી. પરંતુ બંને દેશો વચ્ચે સંબંધ ઘણા બગડી ચૂક્યા છે.

15 દિવસમાં તૂટ્યા લગ્ન, દુઃખને તાકાત બનાવી IAS બન્યા કોમલ ગણાત્રા15 દિવસમાં તૂટ્યા લગ્ન, દુઃખને તાકાત બનાવી IAS બન્યા કોમલ ગણાત્રા

ગલવાન હિંસા બાદ સંબંધ બગડ્યા

ગલવાન હિંસા બાદ સંબંધ બગડ્યા

15 જૂને ગલવાન ઘાટીમાં થયેલ હિંસા બાદ ભારત અને ચીન વચ્ચે દૂરીઓ વધતી ગઈ છે. આ હિંસામાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા હતા. જે બાદ ભારતે આકરાં પગલાં ઉઠાવ્યાં અને 59 ચીની એપ્સને પ્રતિબંધિત કરી દીધી. જે એપ્સ પર બેન લગાવવામાં આવ્યો તેમાં ટિકટોક, શેરઈટ અને વીચેટ જેવી એપ્સ સામેલ છે. સરકાર પણ દેશમાં થનાર ચીની રોકાણ પર આકરી નજર રાખીને બેઠી છે. બજાર નિયામક સેબી પણ ચીનથી આવતા રોકાણ પર નજર રાખીને બેઠા છે,

English summary
Chinese bank invested in ICICI Bank amid boycott china movement, all you need to knwo in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X