કોલ ગેટ : સરકાર 32 કંપનીઓને કારણદર્શક નોટિસ મોકલશે

લાયસન્સ રદ કરવાની પ્રક્રિયામાં આ પ્રથમ પગલું છે. ખાસ બાબત એ છે કે સૌથી વધારે કારણ દર્શક નોટિસ જિંદાલ ગ્રુપને મોકલવામાં આવશે. નવીન જિંદાલ ગ્રુપને કુલ 11 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. મંત્રાલયના એક સૂત્રએ મંગળવારે જણાવ્યું કે કંપનીઓને કારણદર્શક નોટિસ પાઠવવાની ભલામણ કરવા પાઠળનું કારણ આ કંપનીઓ દ્વારા ઉત્પાદન ઘટાડવાનું છે.
સરકારે જુલાઇ 2012માં આઇએમજીની રચના કરી હતી જેથી જે કંપનીઓને સીમિત ઉપયોગ માટે કોલસા ખાણોની ફાળવણી કરવામાં આવી છે તેમના કાર્યની પ્રગતિ પર નજર રાખી શકાય. આ દરમિયાન 58 ખાણોને નિશ્ચિત સમયસીમાની અંદર ખાણોનો વિકાસ ન કરવાને કારણે કારણદર્શક નોટિસ આપવામાં આવી ચૂકી છે.
આ પહેલા સરકારે આઇએમજી દ્વારા 13 ખાણોની ફાળવણી રદ કરવાની તથા 14 કોલસા ખાણોની ફાળવણી કંપનીઓની બેંક ગેરંટી ઘટાડવાની ભલામણોનો સ્વીકાર કરી લીધો હતો.












Click it and Unblock the Notifications
