બેકાબૂ થયા પેટ્રોલ-ડીઝલના ભાવ, આજે ફરી વધી કિંમતો
પેટ્રોલ-ડીઝલના ભાવને નાથવામાં કેન્દ્ર સરકાર નાકામ
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થતા વધારાનો સતત વિરોધ થઈ રહ્યો છે છતાં કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ 27 પૈસાના વધારા સાથે અમદાવાદમાં આજે પેટ્રોલ 81.8 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે, જ્યારે 11 પૈસાના વધારા સાથે ડીઝલ પણ 79.47 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.

દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોની વાત કરીએ તો 17 પૈસાના વધારા સાથે પેટ્રોલ 82.61 રૂપિયા જ્યારે 10 પૈસાના વધારા સાથે ડીઝલ 73.97 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે. જ્યારે મુંબઈમાં નવા ભાવ લાગુ થયા બાદ પેટ્રોલ 89.97 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે અને ડીઝલ 78.53 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. સતત થઈ રહેલા ભાવ વધારાના પગલે સામાન્ય નાગરિકોની પરેશાની વધી રહી છે. મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો, પરંતુ આજે ફરી ભાવ વધ્યા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને જનતા સતત વિરોધ કરી રહી છે. સરકાર પર આ વાતને લઈને સતત દબાણ વધી રહ્યું છે. જ્યારે બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેની વિરુદ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ થઈ છે. અરજદારે કેન્દ્રને એ રેકોર્ડ રજૂ કરવાના નિર્દેશની માગણી કરી છે જેના આધાર પર ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતો નક્કી કરી રહી છે.
આ પણ વાંચો- કોણ હતા ભાજપના પ્રેરણા પુરુષ દીનદયાળ ઉપાધ્યાય?












Click it and Unblock the Notifications
