For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટ ઉપર 4 દિવસ જ્યારે માસ્ક પર 1 સપ્તાહ જીવતો રહે છે કોરોના વાયરસ

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પણ લોકોને કેશના બદલે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આરબીઆઈએ લોકોને નોટોથી અંતર જાળવવાની સલાહ આપી છે. જાણો કારણ..

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. દેશમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 124 લોકોના મોત થઈ ગયા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 5194 થઈ ચૂકી છે. દેશમાં લૉકડાઉન દ્વારા કોરોના સંક્રમણને ફેલાતો રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. સરકાર લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યા છે. વળી, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પણ લોકોને કેશના બદલે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આરબીઆઈએ લોકોને નોટોથી અંતર જાળવવાની સલાહ આપી છે. જો તમે ભૂલથી પણ કેશને હાથેથી અડો તો ત્યારબાદ તરત જ પોતાના હાથ સાબુથી ધોઈ લો.

નોટ પર કેટલા દિવસ જીવતો રહે છે કોરોના વાયરસ

નોટ પર કેટલા દિવસ જીવતો રહે છે કોરોના વાયરસ

યુનિવર્સિટી ઑફ હૉંગકૉંગની રિપોર્ટ મુજબ બેંકનોટ પર કોરોના વાયરસ 4 દિવસ સુધી જીવતો રહી શકે છે. નોટો દ્વારા સંક્રમણ એકબીજામાં ફેલાઈ શકે છે. હૉંગકૉંગ યુનિવર્સિટીના રિસર્ચર મુજબ અલગ અલગ વસ્તુઓ પર વાયરસની જીવતા રહેવાની સમયસીમા અલગ અલગ હોય છે. રિપોર્ટ મુજબ બેંકનોટ પર કોરોના વાયરસ 4 દિવસ સુધી જીવતો રહી શકે છે.

કઈ વસ્તુઓ પર કેટલી વાર સુધી જીવિત રહે છે કોરોના

કઈ વસ્તુઓ પર કેટલી વાર સુધી જીવિત રહે છે કોરોના

સાઉથ ચાઈના મૉર્નિંગ પોસ્ટ મુજબ કોરોના વાયરસની લાઈફસ્પાન અલગ અલગ વસ્તુઓ પર અલગ અલગ હોય છે. રિપોર્ટ મુજબ કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર 4 દિવસ સુધી ચિપકી રહી શકે છે અને જીવિત રહી શકે છે. વળી, ફેસ માસ્ક પર આ વાયરસ અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. વળી, આ વાયરસ પ્રિન્ટીંગ અને ટિશ્યુ પેપર પર 3 કલાક સુધી જીવતો રહી શકે છે. વળી, લાકડા કે કપડા પર આ પૂરા એક દિવસ જીવતો રહી શકે છે. ‘ધ લાસેન્ટ' મેગેઝીનના રિપોર્ટ મુજબ આ વાયરસ કાચ પર 4 દિવસ સુધી જીવતો રહી શકે છે. વળી, પ્લાસ્ટિક પર કોરોના વાયરસ 4થી 7 દિવસ સુધી જીવતો રહીને સંક્રમણ ફેલાવી શકે છે. વળી, કોરોના પરિવારના અન્ય વાયરસ જેવા કે સાર્સ અને મર્સ મેટલ, કાચ અને પ્લાસ્ટિક પર 9 દિવસ સુધી જીવતા રહી શકે છે.

બચાવ માટે કરો ડિજિટલ બેંકિંગ

બચાવ માટે કરો ડિજિટલ બેંકિંગ

શોધકર્તાઓ મુજબ કોરોના વાયરસ ઘરમાં ઉપયોગમાં લેવાતા બ્લીચ કે સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જાય છે. માટે કોઈ પણ વસ્તુને હાથ લગાવ્યા બાદ તરત જ હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ. વળી, રિઝર્વ બેંકે પણ ડિજિટલ બેંકિંગના ઉપયોગની અપીલ કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે લકોને સલાહ આપી છે કે તે કોરોના વાયરસથીબચવા માટે ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરે. આરબીઆઈએ લોકોને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ એપ દ્વારા ટ્રાન્ઝેક્શનની અપીલ કરી છે. વળી, લોકોને સલાહ આપવામાં આવી છે કે જો તમારે મજબૂરીમાં કેશને અડવુ પડે તો કેશને અડ્યા બાદ તરત જ હાથ ધોવાનુ ભૂલશો નહિ. નોટની લેવડ-દેવડ બાદ ચહેરાને અડવુ નહિ અને સાથે સાબુ તેમજ પાણીની મદદથી હાથને સારી રીતે ધોઈ લેવા.

આ પણ વાંચોઃ કોરોના વાયરસથી સંક્રમિત ભારતીય-અમેરિકી પત્રકારનુ ન્યૂયોર્કમાં મોતઆ પણ વાંચોઃ કોરોના વાયરસથી સંક્રમિત ભારતીય-અમેરિકી પત્રકારનુ ન્યૂયોર્કમાં મોત

English summary
Coronavirus can survive on face masks for a week, banknotes for days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X