લૉકડાઉન વચ્ચે શેર બજારમાં કડાકો, 27000થી નીચે પહોંચ્યો સેન્સેક્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાતે 8 વાગે દેશમાં લૉકડાઉનનુ એલાન કર્યુ, ત્યારબાદ આજે શેર બજારમાં ઉતાર-ચડાવનો દોર ચાલુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાતે 8 વાગે દેશમાં લૉકડાઉનનુ એલાન કર્યુ, ત્યારબાદ આજે શેર બજારમાં ઉતાર-ચડાવનો દોર ચાલુ છે. આજે શેર બજાર 27000થી પણ નીચે પહોંચી ગયો છે. આજે બજાર 26449 પોઈન્ટ સાથે ખુલ્યો અને સતત 26000 પોઈન્ટની નીચે જ ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતની થોડી મિનિટોમાં સેન્સેક્સમાં 400 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, વળી,નિફ્ટીમાં 200 પોઈન્ટનો વધારો દેખાયો. પરંતુ થોડી વાર પછી બજારમાં કડાકો જોવા મળ્યો. જે રીતે નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ કે જલ્દી કોરોના વાયરસના ખતરા વચ્ચે આર્થિક પેકેજનુ એલાન કરવામાં આવશે ત્યારબાદ બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો પરંતુ બાદમાં એક વાર ફરીથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે બજાર 26825 પોઈન્ટ પર બંધ થયુ હતુ.

સોમવારે શેર બજારમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 3934.72 પોઈન્ટ ઘટીને 25,981.24 પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 1,110.85 પોઈન્ટ ઘટીને 7,634.60 પર બંધ થયો છે. જો કે મંગળવારે બજારમાં થોડી રાહત જોવા મળી. મંગળવારે શેર બજાર 692.79 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. વળી, નેશનલ સ્ટૉક એક્સચેન્જ 190 પોઈન્ટ વધીને 7801.05 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે બજારમાં એક મહિનામાં બીજી વાર આજે ફરીથી 10 ટકાનુ લોઅર સર્કિટ લાગી ગયુ હતુ. આ પહેલા બજાર ખુલ્યો પણ ઘટાડા સાથે જ હતો. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે માત્ર ભારત નહિ પરંતુ આખી દુનિયાનો વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 562 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે આ વાયરસના કારણે 11 લોકોના મોત થઈ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
