નોટબંધી પછી ચાલ્યો કાળા નાણાંને સફેદ કરવાનો ખેલ

Written By:
Subscribe to Oneindia News

નોટબંધી પછી કાળા નાણાંને સફેદ કરવાની એક મોટી રમત રમવામાં આવી હતી તે વાતનો ખુલાસો થયો છે. આ મામલે મળેલી માહિતી મુજબ તેમાં 13 બેંકોની પણ સામેલ છે. કેન્દ્ર સરકારે આ મામલે જાણકારી આપતા જણાવ્યું છે કે નકલી કંપનીઓ દ્વારા કાળા નાણાંને સફેદ કરવામાં આવ્યા છે. જે પછી 2 લાખની વધુ કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેટલીક કંપનીઓએ 100-100 ખાતા ખોલ્યા હતા. અને કુલ 2,09,032 કંપનીઓ પર સંદિગ્ધ કાર્યવાહીની જાણકારી મળતા તેમની પર રોક લગાવવામાં આવી હતી. આમાંથી એક કંપની પાસે લગભગ 2134 ખાતા હતા. નોટબંધી પછી આ નકલી કંપનીઓએ લગભગ 4573.87 કરોડ રૂપિયાની લેતી-દેતી કરી છે.

money

તમને જણાવી દઇએ કે મોદી સરકારે શેલ કંપનીઓ પર પણ પોતાના સંકજો મજબૂત કર્યો છે. કારણ કે આ પહેલા સરકારે કહ્યું હતું કે શેલ કંપનીઓથી સંબંધ બનાવતા 4.5 લાખ ડાયરેક્ટર્સ અયોગ્ય છે. વધુમાં કેન્દ્રીય મંત્રી પીપી ચૌધરીએ કહ્યું હતું કે કાળાં નાણાં વિરુદ્ધ સરકારની આ લડાઇ અમે ચાલુ રાખીશું. જ્યાં કાનૂની કંપનીઓને આનાથી કોઇ મુશ્કેલી નહીં આવે ત્યાં જ જે કંપની નિયમોના વિરુદ્ધ કામ કરી રહી છે તેમને સજા ચોક્કસથી મળશે. વધુમાં ગત સપ્ટેમ્બર મહિનામાં સરકાર 2.17 લાખથી પણ વધુ કંપનીઓના નામ રેકોર્ડ પરથી નીકાળી ચૂકી છે. કારણ કે આ કંપનીઓ પાછલા લાંબા સમયથી કોઇ પણ પ્રકારનો વેપાર નહતી કરતી.

English summary
crackdown on shell firms reveals vast money laundering after notes ban.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.