ચાલુ ખાતાની ખાઘ ચોથા ત્રિમાસિક ગાળામાં સુધરશે : રંગરાજન

ઉલ્લેખનીય છે કે ચાલુ ખાતાની ખાધ ત્રીજા ત્રિસમાસિક ગાળા (ઓક્ટોબરથી ડિસેમ્બર 2012)માં વધીન જીડીપીના 6.7 ટકા સુધી પહોંચી ગઇ હતી. જે એક રેકોર્ડ છે. આ અંગે સરકારે કહ્યું કે તે અને રિઝર્વ બેંક દેશના ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે જરૂરી પગલાં લેશે.
આ અંગે રંગરાજને આશા દર્શાવી છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતમાં આ ખાધ પાંચ ટકાથી થોડીક વધારે રહેશે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં આ ખાધ અપેક્ષા કરતા ઊંચી રહી હતી. પણ મને વિશ્વાસ છે કે ચોથા ત્રિમાસિક ગાળામાં તેમાં ઘટાડો થશે. મારા અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષની સરેરાશ ખાધ પાંચ ટકાથી થોડી વધારે રહેશે.
બીજી તરફ રેટિંગ એજન્સી ક્રિસિના મુખ્ય અર્થશાસ્ત્રી ડી કે જોશીએ જણાવ્યું કે ચાલુ ખાતાની વધતી જતી ખાધ રૂપિયાને નબળો બનાવી શકે છે.












Click it and Unblock the Notifications
