For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, જાણો કેટલી વધી સેલેરી

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચમાં ડીએ વધારો. કેન્દ્ર સરકારે તેના 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરા

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચમાં ડીએ વધારો. કેન્દ્ર સરકારે તેના 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ હવે કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થા પ્રમાણે પગાર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

DA

કેટલું થયુ મોંઘવારી ભથ્થું

7મા પગાર પંચના આધારે લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને રાહતના સમાચાર આપતા કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાનો નિર્ણય લીધો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ કેન્દ્રીય કર્મચારીઓને હવે 31 ટકાના બદલે 34 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયનો લાભ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનધારકોને મળશે. ડીએ વધારવાનો આ નિર્ણય 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. તે જ સમયે, કર્મચારીઓને જાન્યુઆરીથી નિર્ણયના અમલીકરણ સુધીનું બાકીનું એરિયર્સ મળશે.

DA વધારા પર એક નજર

ડીએ વધારાને જોતા, જુલાઈ, 2021 માં, કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 28 ટકાનો વધારો કર્યો. કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે સરકારે DA ચૂકવણી પર રોક લગાવી દીધી હતી, જે જુલાઈમાં ઉઠાવી લેવામાં આવી હતી. જે બાદ ઓક્ટોબર 2021માં ફરી એકવાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધીને 31 ટકા અને હવે કર્મચારીઓનું ડીએ 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયું છે. જો સરકારી કર્મચારીની બેઝિક સેલરી 18000 રૂપિયા પ્રતિ માસ છે તો ડીએમાં વધારો થયા બાદ તેના પગારમાં 3 ટકાનો વધારો થશે. કર્મચારીના પગારમાં 34% DA અનુસાર 6120 રૂપિયાનો વધારો થશે.

English summary
DA Hike: 3% increase in dearness allowance of central employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X