For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dhanteras 2022 : સોનાના ભાવમાં ઘટાડો, ધન તેસરના દિવસે વધી શકે છે 25 ટકા વેચાણ

ધનતેરસ દેશભરના સોની બજારમાં રોનક વધી શકે છે. આ દરમિયાન સોનાનું વેચાણ ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે વધારે રહેવાની આશા રાખવામાં આવે છે. આ સાથે કારની માંગમાં પણ ભારે વધારો જોવા મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

Dhanteras 2022 : ધનતેરસ દેશભરના સોની બજારમાં રોનક વધી શકે છે. આ દરમિયાન સોનાનું વેચાણ ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે વધારે રહેવાની આશા રાખવામાં આવે છે. આ સાથે કારની માંગમાં પણ ભારે વધારો જોવા મળી શકે છે. જયપુર સરાફા જ્વેલર્સ કમિટીના અધ્યક્ષ કૈલાશ મિત્તલના જણાવ્યું હતું કે, ગત દિવસે બે વર્ષ બજારમાં કોરોનાનો ડર હતો, જે હવે ખતમ થઇ ગયો છે.

ધનતેરસ પહેલા સોનાના ભાવમાં ઘટાડો

ધનતેરસ પહેલા સોનાના ભાવમાં ઘટાડો

તહેવારો પર ખર્ચ કરવાની લોકોની ધારણા વધી છે. તેની અસર સોના અને જ્વેલરીની ખરીદી પર પણ પડશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ધનતેરસ પર સોનાનું વેચાણ 20-25 ટકા વધુ રહેવાની ધારણા છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે, ધનતેરસ પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

કોરોનાએ સોનાની ખરીદી પર ગ્રહણ લગાવ્યું

કોરોનાએ સોનાની ખરીદી પર ગ્રહણ લગાવ્યું

અજય કેડિયા કહે છે કે, ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન, આયાત જકાત અને ફુગાવાને લઈને કેટલીક ચિંતાઓ છે. તેમ છતાં, એકંદરે સોનાના ભાવિ માટેનો અંદાજ વધુ સારો છે. 2020માં ધનતેરસ દરમિયાન કોરોનાએ સોનાની ખરીદી પર ગ્રહણ લગાવ્યું હતું.

ગયા વર્ષનું વેચાણ સ્તર ઓળંગી જશે

ગયા વર્ષનું વેચાણ સ્તર ઓળંગી જશે

તેની સરખામણીમાં 2021માં ઘણો સુધારો જોવા મળ્યો હતો, જેના કારણે ગયા વર્ષે સોનાની કુલ આયાત 1,000 ટન રહી હતી. આ વખતે પણ વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે. ધનતેરસ પર સોનામાં ખુશીઓ રહેશે. ગયા વર્ષનું વેચાણ સ્તર ઓળંગી જશે.

લાઇટ વેઇટ જ્વેલરીની માંગ વધી

લાઇટ વેઇટ જ્વેલરીની માંગ વધી

ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ચેરમેન યોગેશ સિંઘલે જણાવ્યું હતું કે, 2020ની સરખામણીમાં આ ધનતેરસ પર બુલિયન માર્કેટ ધમધમી રહ્યું છે. લોકોની પૂછપરછ ઘણી વધી ગઈ છે. દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે. કિંમતને કારણે, હેવી ગોલ્ડ જ્વેલરી કરતાં હળવા વજનની મશીનરી જ્વેલરીની વધુ માંગ છે.

મંદીની નહીં થાય અસર

મંદીની નહીં થાય અસર

કેડિયાએ જણાવ્યું હતું કે, વિશ્વભરના બજારો મંદીની સંભાવનાથી ડરી રહ્યા છે, પરંતુ ભારતીય બજારોમાં તેનો કોઈ ડર નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આથી આ ધનતેરસને કારણે મંદીનો ભય સોનાને ચમકાવશે નહીં.

ભવિષ્યને લઈને બજારમાં જે પ્રકારની અનિશ્ચિતતા છે, તેના કારણે સોનું અને ચાંદી મજબૂત થશે. તેથી રોકાણના દૃષ્ટિકોણથી સોનું ખરીદવાની આ સારી તક છે.

English summary
Dhanteras 2022 : 25 percent increase in gold sales on the day of Dhanteras, know gold prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X