For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો છો? 50,000થી વધુની રકમ મેળવવા પર ગિફ્ટ ટેક્સ ચૂકવવો પડે છે

|
Google Oneindia Gujarati News

નવા કાયદા અનુસાર કોઇ પણ વ્યક્તિ રોકડ કે અન્ય સ્વરૂપમાં રૂપિયા 50,000થી વધારેની રકમની ભેટ કે ગિફ્ટ મેળવે તો તે રકમ આવક વેરા કાયદાની કલમ u/s 56 (2) હેઠળ કરપાત્ર છે.

આ જોગવાઇ સ્થાવર કે જંગમ મિલકત ઉપર પણ લાગુ પડે છે. આ પ્રોપર્ટી ખરીદવામાં આવી હોય તો પણ તે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ હેઠળ કરપાત્ર બને છે.

રોકડ ઉપરાંત કોઇ પણ પ્રોપર્ટી ગિફ્ટ તરીકે ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે તેનું મૂલ્ય ગિફ્ટ જ્યારે બની તે દિવસનું મૂલ્ય ગણવામાં આવશે.

taxes-3

કેવી ગિફ્ટ કરમાંથી મુક્ત?
અત્રે ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે લગ્નની ભેટ, વિલ હેઠળ મળેલી ભેટ કે વારસાગત મિલકતની ભેટ અથવા તો કરદાતાના મૃત્યુ બાદ તેના વારસદારોને મળેલી બોનસની રકમ, ગ્રેજ્યુઇટી કે પેન્શન કરપાત્ર નથી. ઉપરાંત લગ્ન પ્રસંગે સંબંધીઓ તરફથી મળેલી ભેટ, એનઆરઆઇ દ્વારા તેમના માતા પિતાને એનઆરઇ એકાઉન્ટમાંથી આપેલી ભેટ વગેરે કરપાત્ર નથી. આ સિવાય વહુને તેના સાસુ-સસરા તરફથી મળેલી ભેટ કરમુક્ત છે. પરંતુ જો જમાઇ તેના સાસુ સસરા તરફથી ભેટ મેળવે તો તે કરપાત્ર છે.

સમજવા માટેના ઉદાહરણ
ઉદાહરણ : જો હરિ તેના લગ્ન પ્રસંગે તેના મિત્રો તરફથી કોઇ ભેટ મેળવે છે તેનો ટેક્સ હરિને લાગતો નથી. આ ઉપરાંત હરિને વારસામાં મળેલી સંપત્તિ પણ કરપાત્ર નથી.

ઉદાહરણ 1 : જો હરિ તેની પત્ની દીપાને રૂપિયા 10 લાખની ભેટ આપે તો તે ભેટ દીપા માટે કરપાત્ર નથી.

ઉદાહરણ 2 : જો હરિ લગ્ન પહેલા દીપાને રૂપિયા 8 લાખનું નેકલેસ આપે તો આ ભેટ કરપાત્ર છે.

ઉદાહરણ 3 : જો રાહુલ હરિને રૂપિયા 30,000ની ભેટ આપે તો તે કરપાત્ર નથી. પણ જો રાહુલ તે જ નાણાકીય વર્ષમાં હરિને બીજી રૂપિયા 21,000ની ગિફ્ટ આપે તો સમગ્ર 51,000ની ભેટ કરપાત્ર બને છે.

ઇન્કમ ટેક્સ એક્ટમાં રિલેટિવ્ઝ (સંબંધીઓ) કોને કહી શકાય?
1. વ્યક્તિના સ્પાઉસ
2. વ્યક્તિના ભાઇ કે બહેન
3. વ્યક્તિના સ્પાઉસના ભાઇ કે બહેન
4. વ્યક્તિ કે તેના માતા પિતાના ભાઇ કે બહેન
5. વ્યક્તિના વારસદારો અથવા પિતૃઓ
6. વ્યક્તિના સ્પાઉસના વારસદારો અથવા પિતૃઓ

English summary
Did you know if you receive amount in excess of Rs 50,000 you have to pay Gift tax?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X