મંદી અને મોંઘવારીનો સામનો કરવો સરકાર માટે મોટો પડકાર: પ્રણવ મુખર્જી

પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે ભારત સામે મંદી મોટો પડકાર છે અને દેશનો ધીમો જીડીપી વૈશ્વિક મંદીની કારણે પ્રભાવિત થયો છે. તેમને કહ્યું હતું કે મંદી અને બેરોજગારી દેશ માટે મોટા પડકારરૂપ બનીને આવ્યો છે. તેમને કહ્યું હતું કે ડાયેક્ટ કેશ સબસિડી યોજનાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ યોજનાથી લોકોને ઘણો ફાયદો થશે અને ભ્રષ્ટાચાર ઓછો થશે. તેમને કહ્યું હતું કે દેશમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા ચિંતાનો વિષય છે. તેમને કહ્યું હતું કે મહિલાઓ વિરૂદ્ધ વધતા જતા અત્યાચારોને રોકવા માટે સરકારે કડક પગલાં ભર્યાં છે.
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે દેશમાં સતત બે વર્ષથી અનાજ ઉત્પાદનનો રેકોર્ડ થયો છે. તેમને કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રે સરકારની નિતિઓ પ્રયોગધર્મી રહી છે. તેમને કહ્યું હતું કે ખાદ્ય સુરક્ષા બિલ લાગૂ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમને ફૂડ પ્રોસેસિંગને લઇને સરકારે નક્કર પગલાં ભર્યાની વાત કરી હતી. તેમને કહ્યું હતું કે ખાદ્ય સુરક્ષા બિલ લાગૂ કરાવીશું.
પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે દેશમાં મંદી, બેરોજગારી અને મોંઘવારી એક મોટો પડકાર છે. મોંઘવારી તો ઓછી થઇ છે પરંતુ હજુ સુધી આ ચિંતાનો વિષય છે. તેમને કહ્યું હતું કે 12મી યોજનામાં બધા માટે વિકાર પર જોર રહેશે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં પાંચ કરોડ લોકોને રોજગારી મળી હોવાની વાત કરી હતી. તેમને કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આવાસ યોજના હેઠળ 10 લાખ નવા ઘર બનાવવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
