Muhurat Trading Stocks: મુહૂર્ત ટ્રેડિંગમાં ખરીદો આ 5 ધાંસૂ શેર, મહિનામાં જ બનાવી દેશે માલામાલ
Muhurat Trading Stocks to Buy: દિવાળી પહેલાં શેર માર્કેટમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. બજારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘરેલૂ બ્રોકરેજ ફર્મ શેરખાને મુહૂર્ત ટ્રેડિંગ માટે 5 ધમાકેદાર શેર પસંદ કર્યા છે. આ પાંચ શેર તમને આગામી એક મહિનામાં સારું એવું રિટર્ન આપી શકે છે.

BEL Share Buy
મુહૂર્ત ટ્રેડિંગ માટે પહેલી પસંદ ડિફેન્સ સેક્ટરથી BEL શેરની છે. આ શેર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ 308 ટાર્ગેટ અને 328 અપસાઈડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પાછલા એક વર્ષમાં બીઈએલએ 120% થી વધુનું રિટર્ન આપ્યું છે. સ્ટૉકનો 52 વીક હાઈ 340 રૂપિયા છે.
Bank Of Baroda Share Buy
સરકારી બેંકિંગ સેક્ટરની કંપની બેંક ઑફ બરોડાનો શેર મુહૂર્ત ટ્રેડિંગ માટે બ્રોકરેજ ફર્મ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.285 રૂપિયા ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બેંક ઑફ બરોડાનો 52 અઠવાડિયાનો સૌથી ઉંચો ભાવ 298.45 રૂપિયા છે. 1 વર્ષના સમયગાળામાં આ શેર 28 ટકા રિટર્ન આપી ચૂક્યો છે.
Bajaj Finserv Share Buy
બ્રોકરેજ ફર્મે બજાજ ફિનસર્વના શેર પર પણ ખરીદદારીની રેટિંગ આપી છે. શેર પર લૉન્ગ ટર્મનો પહેલો ટાર્ગેટ 1903 રૂપિયા આપવામાં આવ્યો છે, બીજો ટાર્ગેટ 2029 રૂપિયા આપવામાં આવ્યો છે. શેરનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 2029 રૂપિયા છે. આ કંપનીની માર્કેટ કેપ 2.81 લાખ કરોડ રૂપિયાની છે. આ શેર એક વર્ષમાં 13 ટકા જેટલું રિટર્ન આપી ચૂક્યો છે.
Ultratech Cement Share Buy
બ્રોકરેજ ફર્મે ચોથો જે શેર પસંદ કર્યો તે સિમેન્ટ સેક્ટરનો છે અલ્ટ્રાટેક સિમેન્ટ ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લૉન્ગ ટર્મ માટે આ શેરનો 11577 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ અલ્ટ્રાટેક સિમેન્ટ શેરનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 12,138.25 રૂપિયા છે. 3.22 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી અલ્ટ્રાટેક સિમેન્ટે એક વર્ષમાં 33 ટકાનું રિટર્ન આપ્યું છે.
TCS Share Buy
ટાટા ગ્રુપની આઈટી કંપની અને દેશની સૌથી મોટી આઈટી ફર્મ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના શેર પર ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટીસીએસના શેર પર લાંબા ગાળે 4285 રૂપિયાનો ટાર્ગેટ બાંધવામાં આવ્યો છે. શેર પર બુલિશ રેટિંગ આપવામાં આવી છે. 15 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી આ કંપનીના શેરનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ 4585 રૂપિયા છે, આ કંપનીએ એક વર્ષમાં 21 ટકાનું રિટર્ન આપ્યું છે.












Click it and Unblock the Notifications
