Diwali Muhurt Trading : ક્યારે થશે શેરબજારમાં મૂહુર્ત ટ્રેડિંગ? કેમ હોય છે ખાસ અને ક્યારે થઈ હતી શરૂઆત?

Diwali Muhurt Trading : આમ તો જાહેર રજાના દિવસે ભારતીય શેર બજારમાં પણ બંધ હોય છે. શેર બજારને લગતા કામકાજ પણ બંધ હોય છે. પરંતુ દિવાળી માત્ર એક જ એવો તહેવાર છે, જેમાં થોડા સમય માટે શેરબજાર ખુલી છે. આ સમયગાળામાં થતા વ્યવહારોને મૂહુર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે.

Diwali Muhurt Trading : દિવાળીને ખુશીઓનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીને રોશનીનો તહેવાર પણ માનવામાં આવ છે. ગુજરાતીઓ માટે દિવાળી બાદ નવુ વર્ષ શરુ થતુ હોય છે. ત્યારે દિવાળીને લઈને શેરમાર્કેટમાં પણ એક અનોખી પરંપરા છે. આ પરંપરા ખૂબ લાંબા સમયથી ચાલતી આવી છે.

Diwali Muhurt Trading

શેરબજારમાં ચાલતી આ અનોખી પરંપરાને મૂહુર્ત ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ મૂહુર્ત ટ્રેડિંગની પરંપરા છેલ્લા 68 વર્ષથી ચાલતી આવે છે. દિવાળી પર શેર બજાર બંધ હોવા છતા તહેવારની ભાવનાને ધ્યાને લઈને માત્ર 1 કલાક માટે ખાસ ટ્રેડિંગ વિન્ડો આપવામાં આવે છે.

મૂહુર્ત ટ્રેડિંગની આ પરંપરા દિવાળી દરમ્યાન વેપારના શુભ આસાયની માન્યતા પર આધારિત છે, આવનારા વર્ષ માટે સમુદ્ધી અને સફળતાના એક પ્ર્રતિક તરીકે માનવામાં આવે છે અને હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષ 2081ની શરૂઆત પણ કરે છે.

મૂહુર્ત ટ્રેડિંગની પરંપરા લાંબા સમયથી પાળવામાં આવે છે. માનવામાં આવે છે કે, મૂહુર્ત ટ્રેડિંગ નવા રોકાણો શરૂ કરવા માટે સૌથી અનુકૂળ સમય છે, ઘણા રોકાણકારો આ સમયગાળાને સૌથી શ્રેષ્ઠ માને છે, કારણ કે, નવુ વર્ષ સમુદ્ધી અને સફળતા લાવશે તેવુ માનવામાં આવે છે.

આ પ્રથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા 1957થી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા પણ આ પ્રથાને અપનાવવામાં આવી હતી. હવે આ પ્રથા વિશ્વમાં સારા નસીબનું પ્રતિક બની ગઈ છે.

મૂહુર્ત ટ્રેડિંગમાં ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ સહિતના વિવિધ માર્કેટ સેગમેન્ટને આવરી લેવામાં આવે છે.

દિવાળીની સાંજ દરમિયાન વેપારની આ વ્યાપક તક રોકાણકારોની સહભાગિતાની સુવિધા સાથે પરંપરાને જાળવી રાખવાના બજારના સમર્પણનો પુરાવો છે.

મહત્વનું છે કે, ઈન્ટરનેટ યુગ પહેલા કેવી રીતે વેપારીઓ મુહૂર્ત ટ્રેડિંગ માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ભેગા થતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X