For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31મી ઓગસ્ટ સુધીમાં કરી લો આ કામ, નહીં તો થઇ જશે મુશ્કેલી

જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો 31 ઓગસ્ટ સુધીમાં eKYC કાર્ય પૂર્ણ કરો. સરકાર દ્વારા eKYC પૂર્ણ કરવા માટે છેલ્લી તક આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 12મો હપ્તો પણ યોજના હેઠળ જવાનો છે.

|
Google Oneindia Gujarati News

જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો 31 ઓગસ્ટ સુધીમાં eKYC કાર્ય પૂર્ણ કરો. સરકાર દ્વારા eKYC પૂર્ણ કરવા માટે છેલ્લી તક આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 12મો હપ્તો પણ યોજના હેઠળ જવાનો છે. જો તમે eKYC નહીં કરો તો તમારો આગામી હપ્તો બંધ થઈ જશે.

ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે

ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે

આ અગાઉ સરકાર દ્વારા eKYC કરાવવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ હતી. જેને સરકારે ગત 31 ઓગસ્ટ સુધી લંબાવી છે. એવી અપેક્ષારાખવામાં આવે છે કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પીએમ કિસાનનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

31 ઓગસ્ટ સુધીમાં તમારું KYC પૂર્ણ કરો

31 ઓગસ્ટ સુધીમાં તમારું KYC પૂર્ણ કરો

જો તમારું ખાતું PNBમાં છે, તો કોઈ પણ સંજોગોમાં 31 ઓગસ્ટ સુધીમાં તમારું KYC પૂર્ણ કરો. બેંક દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જો KYC સમયમર્યાદામાં પૂર્ણ ન થાય તો અકાઉન્ટ હોલ્ડ પર રાખવામાં આવી શકે છે.

PNB દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાંઆવ્યું છે કે, જો કોઈ ગ્રાહકનું KYC બાકી છે તો 31 ઓગસ્ટ સુધીમાં આધાર શાખામાં જઈને આ કામ પૂર્ણ કરો.

ITR વેરિફિકેશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટ

ITR વેરિફિકેશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટ

જો કોઈ કરદાતા 31 જુલાઈ પછી ITR ફાઈલ કરે છે, તો તેને વેરિફિકેશન માટે 30 દિવસનો સમય મળે છે. 31 જુલાઈ સુધીમાં રિટર્નફાઈલ કરનારાઓને વેરિફિકેશન માટે 120 દિવસનો સમય મળશે.

આવી સ્થિતિમાં, જો કોઈ કરદાતાએ 1 ઓગસ્ટના રોજ તેનું રિટર્ન ફાઈલકર્યું હોય, તો તેના વેરિફિકેશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટના રોજ પૂરી થાય છે. વેરિફેકેશન વગર રિટર્ન પૂર્ણ ગણવામાં આવશે નહીં.

English summary
Do this work by 31st August, otherwise there will be trouble
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X