નોટોનો ઉપયોગ હારમાળા બનાવવામાં ના કરો : RBI

મુંબઇ, 11 સપ્ટેમ્બર : ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે સામાન્ય લોકોને જણાવ્યું છે કે રાષ્ટ્રીય મુદ્રાનું સમ્માન કરો અને તેનો ઉપયોગ માળા અને હારમાળા બનાવવા માટે ના કરો અને સામાજિક કાર્યક્રમમાં કોઇની ઉપર ના ઉડાવો, જેમ કે લગ્નમાં અને રાજનૈતિક રેલીઓમાં આવું કરવું સામાન્ય રિવાઝ બની ગયો છે.

આરબીઆઇએ સામાન્ય લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે બેન્ક નોટોનો ઉપયોગ માળા બનાવવા, પંડાલ અથવા પૂજા મંડપ સજાવવામાં અથવા સામાજિક સમારંભમાં કોઇની પર ફેંકવા માટે ના કરો.

garland
આરબીઆઇએ જણાવ્યું કે આવા કાર્યોથી નોટો ખરાબ થઇ જાય છે અને તે ઓછા દિવસ ચાલે છે. આરબીઆઇએ જણાવ્યું કે બેન્ક નોટનું સમ્માન કરવું જોઇએ કારણ કે આ સાર્વભૌમત્વનું પ્રતિક છે અને લોકોએ તેનો દુરઉપયોગ ના કરવો જોઇએ અને બેન્ક નોટની આવરદા વધારવામાં મદદ કરવી જોઇએ.

બેન્કે એવું પણ જણાવ્યું છે દેશભરમાં સ્વચ્છ નોટની આપૂર્તિ કરવા માટે તમામ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે. બેન્કે લોકોને દેશમાં સ્વચ્છ નોટ નીતિનું પાલન કરવાનો આગ્રહ કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X