For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DroneAcharya Aerial IPO : આવી રહ્યો છે દ્રોણાચાર્ય કંપનીનો IPO, રોકેટ ગતિએ આપી શકે છે રિટર્ન

DroneAcharya Aerial IPO : વર્ષ પૂરુ થવામાં થોડા જ દિવસો બાકી છે. ચાલુ વર્ષ ઘણા મોટા IPO ખુલ્યા હતા, જેમાં રોકાણ કરીને લોકોએ ઘણો ફાયદો મેળવ્યો હતો, અને ઘણાના પૈસા ડૂબી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

DroneAcharya Aerial IPO : વર્ષ પૂરુ થવામાં થોડા જ દિવસો બાકી છે. ચાલુ વર્ષ ઘણા મોટા IPO ખુલ્યા હતા, જેમાં રોકાણ કરીને લોકોએ ઘણો ફાયદો મેળવ્યો હતો, અને ઘણાના પૈસા ડૂબી ગયા હતા. હવે વર્ષના અંતિમ મહિનામાં શેર બજારના દિગ્ગજ રોકાણકાર શંકર શર્મા સમર્થિત કંપનીનો IPO ખુલવા જઇ રહ્યો છે.

આગામી અઠવાડિયે પૂણે બેઇઝ્ડ દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશનનો IPO સમબસ્ક્રિપ્શન માટે ખુલવાનો છે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, દ્રોણાચાર્ય એરિયલનો IPO 13 ડિસેમ્બર, 2022ના રોજ ખુલશે અને રોકાણકારો 15 ડિસેમ્બર સુધી ભરી શકશે.

13 થી 15 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

13 થી 15 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશનનો IPO 13 થી 15 ડિસેમ્બર 2022 સુધી સબસ્ક્રિપ્શન માટેખુલ્લો રહેશે.

દ્રોણાચાર્ય એરિયલે શેર ખરીદવા માટે પ્રતિ શેર રૂપિયા 52 થી રૂપિયા 54ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની IPO હેઠળ 62.90 લાખ શેર ઓફર કરવા જઈ રહી છે. આ શેરોમાંથી 8.98 લાખ શેર HNIs માટે આરક્ષિત છે.

કંપનીએ સંસ્થાકીય રોકાણકારો માટે 11.94 લાખ શેર અનામત રાખ્યા છે. રિટેલ રોકાણકારો માટે 20.92 લાખ શેર ઉપલબ્ધ થશે. તે એક પ્રકારનો SME IPO છે. આના કારણે રિટેલ રોકાણકારો માટે 1.08 લાખ રૂપિયામાં 2000 શેરનો લોટ નક્કી કરવામાં આવ્યો છે.

દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશન એક સ્ટાર્ટઅપ કંપની છે

દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશન એક સ્ટાર્ટઅપ કંપની છે

દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશન્સ એક સ્ટાર્ટઅપ છે. પીઢ રોકાણકાર શંકર શર્મા ઉપરાંત અન્ય અનુભવી રોકાણકારો હર્ષલ મોડ અને આશિષનંદાએ આ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. રોકાણકારો ઉપરાંત, સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત વેલસ્ટોન કેપિટલે પણ પ્રી-આઈપીઓ કંપનીમાં ખરીદી કરીછે.

માહિતી અનુસાર, દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશનના શેર BSE SME એક્સચેન્જમાં લીસ્ટ થશે. કંપનીએ જણાવ્યું છે કે, ડ્રોન અનેસેન્સરનું ઉત્પાદન IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંથી કરવામાં આવશે.

ડ્રોન ટેક્નોલોજી વિકસાવવાનું અને તાલીમ આપવાનું કામ

ડ્રોન ટેક્નોલોજી વિકસાવવાનું અને તાલીમ આપવાનું કામ

Droneacharya Aerial Innovations એ ખાનગી ક્ષેત્રની ડ્રોન ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને ટ્રેનિંગ કંપની છે. DroneacharyaAerial Innovations એ DGCA દ્વારા પ્રમાણિત અને RTPO લાઇસન્સ ધરાવતી પ્રથમ ટ્રોન ટેક્નોલોજી કંપની છે.

2022માંસરકારે કંપનીને ડ્રોન ટ્રેનિંગ આપવાનું લાયસન્સ આપ્યું હતું. લાયસન્સ મળ્યા બાદ કંપનીએ અત્યાર સુધીમાં 180 ડ્રોન પાયલટોને તાલીમઆપી છે. કંપનીએ પણ ઘણી સારી કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 3.09 કરોડ રૂપિયા હતી.

આવી રહ્યો છે સુલા વાઈનયાર્ડ્સનો IPO

આવી રહ્યો છે સુલા વાઈનયાર્ડ્સનો IPO

આવતા અઠવાડિયે બીજો IPO આવી રહ્યો છે. સુલા વાઈનયાર્ડ્સનો આઈપીઓ પણ ખુલવાનો છે. સુલા વાઇનયાર્ડ્સનો IPO 12ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી અરજીઓ માટે ખુલ્લો રહેશે.

English summary
DroneAcharya Aerial IPO is coming, can give returns at rocket speed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X