E-PAN : મિનિટોમાં મેળવી શકાય છે e-PAN, જાણો કેવી રીતે?
પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને તે એક આલ્ફાન્યૂમેરિક નંબર છે. આ દરેક PAN યુઝર્સને એક અલગ ઓળખ આપે છે. તેનો ઉપયોગ નાણાકીય વ્યવહારોમાં થાય છે.
પોસ્ટેજ, પ્રિન્ટિંગ અને મેન્યુઅલ હેન્ડલિંગને કારણે PAN કાર્ડમાં થોડો સમય લાગી શકે છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા હવે ઇ-પાન ઇલેક્ટ્રોનિક રીતે તૈયાર કરવામાં આવે છે. તેને રિલીઝ કરવામાં ઘણો ઓછો સમય લાગે છે.

જે અરજદાર પાસે પહેલાથી જ માન્ય આધાર નંબર છે. તે લોકો માટે આ e-PAN સેવા ઉપલબ્ધ છે. E-PAN PDF ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ઈ-પાન એ આધારના ઈ-કેવાયસી ડેટાના આધારે ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં જારી કરાયેલ ડિજિટલી હસ્તાક્ષરિત પાન કાર્ડ છે.
e-PAN ના ફાયદા વિશે વાત કરીએ આ ખૂબ જ સરળ અને કાગળ મુક્ત પ્રક્રિયા છે. આ માટે તમારે ફક્ત આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબરની જરૂર પડશે.
E-PAN કાયદેસર રીતે માન્ય છે અને E-PAN બધા કામ માટે સ્વીકારવામાં આવે છે. આમાં આવકવેરો ભરવાનો પણ સમાવેશ થાય છે. E-PAN નો ઉપયોગ તમામ નાણાકીય વ્યવહારો માટે થઈ શકે છે.
આ માટે સૌથી પહેલા તમારે ઈન્કમ ટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ https://www.incometax.gov.in/iec/foportal/ પર જવું પડશે. તમારે હોમ પેજ પર દેખાતા ઇન્સ્ટન્ટ e-PAN ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
અહીં તમારે નવા e-PAN નો વિકલ્પ પર ક્લિક કરવાનો રહેશે. અહીં તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી તમારે ચેક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને તે પછી તમારે Continue પર ક્લિક કરવાનું રહેશે.
જો તમારું આધાર પહેલેથી જ માન્ય PAN સાથે લિંક છે તો આ મેસેજ આવશે. આધાર નંબર પહેલાથી જ PAN સાથે લિંક છે. જો આધાર નંબર કોઈપણ મોબાઈલ નંબર સાથે લિંક નથી તો એક મેસેજ આવશે કે દાખલ કરેલ આધાર નંબર કોઈપણ મોબાઈલ નંબર સાથે લિંક નથી.
તમારે OTP વેરિફિકેશન પછી Continue પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમે ચેકબોક્સ પર ક્લિક કરો અને સબમિટ કરો. આ પછી તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે અને તેના પછી એક લિંક આવશે. જ્યાંથી તમે e-PAN ડાઉનલોડ કરી શકો છો.












Click it and Unblock the Notifications
