EPFO 3.0 update : હવે EPF ના રૂપિયા ATM થી ઉપાડી શકાશે, જાણો ક્યારે શરૂ થશે આ નવી સેવા?
EPFO 3.0 update : EPFO (Employees' Provident Fund Organisation) પોતાના સભ્યો માટે નવી ડિજિટલ સુવિધાઓ લાવી રહ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે EPFO 3.0 IT પ્લેટફોર્મ મે-જૂન 2025 સુધીમાં શરૂ કરવામાં આવશે.
EPFO 3.0 ના મુખ્ય ફીચર્સની વાત કરીએ તો આમાં ATM મારફતે PF ની રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. સભ્યો ATM કાર્ડના માધ્યમથી સીધા PF રકમ ઉપાડી શકશે. આ માટે UAN લિંક કરવું અને OTP વેરિફિકેશન કરવું જરૂરી રહેશે.

આ સિવાય Auto-Claim Settlement અમલમાં આવશે. ક્લેમની પ્રક્રિયા ઓટોમેટિક થશે, જેથી રકમ ઝડપથી બેંક ખાતામાં જમા થશે. અન્ય સુવિધાઓમાં ખાતામાં ફેરફાર કરવા માટે હવે લાંબી પ્રક્રિયા કે ઓફિસના ચક્કર નહીં મારવા પડે, માત્ર OTP વેરિફિકેશનથી કામ થશે. UPI ઇન્ટરફેસ મારફતે PF રકમ ઉપાડવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેનાથી રકમ તરત જ મળી જશે.
EPFO ની Centralised Pension Payment System (CPPS) દ્વારા હવે પેન્શન દેશભરના કોઈપણ બેંક ખાતામાં જમા થશે, જે પહેલા માત્ર ઝોનલ બેંકો સુધી સીમિત હતું.
સરકાર હવે અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન બિમા યોજના અને શ્રમિક જન ધન યોજના જેવી યોજનાઓને EPFO સાથે જોડવાનો વિચાર કરી રહી છે, જેથી વધુ લોકોને લાભ મળી શકે.
ESIC (Employees' State Insurance Corporation) ના લાભાર્થીઓને હવે આયુષ્માન ભારત યોજના હેઠળના હોસ્પિટલોમાં પણ મફત સારવાર મળશે. આ ઉપરાંત ચેરિટેબલ હોસ્પિટલોને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.
સરકાર ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે પણ સામાજિક સુરક્ષા સુવિધાઓ લાવવાનો પ્રયાસ કરી રહી છે. 15 એપ્રિલે શ્રમ મંત્રાલયે Swiggy સાથે સહયોગ કર્યો છે, જેના દ્વારા National Career Service (NCS) પોર્ટલ પર Swiggy ની નોકરીઓની માહિતી ઉપલબ્ધ થશે.
આ તમામ સુધારાઓ EPFO ને વધુ સારી, ઝડપી અને ઉપયોગી બનાવશે અને સભ્યોને વધુ સરળતાથી તેમની PF રકમનો ઉપયોગ કરવાની સુવિધા આપશે.












Click it and Unblock the Notifications
