પીએફ ગ્રાહકો માટે છે આ સારા સમાચાર, વાંચ્યા કે નહીં?

Posted By:
Subscribe to Oneindia News

રિટાયરમેન્ટ ફંડ બોડી ઇપીએફઓ એ આધાર કાર્ડ જમા કરવાની તારીખ વધારી છે. હવે તમે આ કામ 30 જૂન સુધી કરી શકો છો. આનાથી તમામ ઇપીએફના 4 કરોડથી પણ વધુ ખાતાગ્રાહકોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે પહેલા આધાર નંબર આપવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ હતી. જેના વધારીને હવે 30 જૂન કરવામાં આવી છે. જો કે તમે ઉત્તર પૂર્વ રાજ્યમાં રહેતા હોવ તો તમે તમારો આધાર નંબર 30 સપ્ટેમ્બર 2017 સુધી આપી શકો છો.

EPFO

જાન્યુઆરીમાં ઇપીએફઓ દ્વારા તેના તમામ પેશનર્સ અને સબસ્ક્રાઇબર્સને આધાર કાર્ડ સાથે જોડવું અનિવાર્ય છે તેમ જણાવવામાં આવ્યું હતું.જો કે આધાર સંખ્યા આપવાની પ્રક્રિયા ધીમે હોવાના કારણે તેની સમય સીમા વધારવામાં આવી હતી. ઇપીએફઓની એક પ્રેસ રિલિઝ પણ જાહેર કરવામાં આવી છે. તમામ કાર્યલયોને જણાવવામાં આવ્યું છે કે તે તેના કર્મચારી પેન્શન યોજના 1995ના તમામ નવા સદસ્યોને આધાર કાર્ડ સાથે 1 જુલાઇ 2017 પહેલા જોડી દે. જો કે ઉત્તર પૂર્વ રાજ્યોમાં આ માટે વિશેષ છૂટ આપવામાં આવી છે.

English summary
EPFO extends the deadline for submit Aadhar to June 30.
Please Wait while comments are loading...