For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPFO આપે છે 7 લાખ સુધીનો મફત લાભ, જાણો કેવી રીતે મેળવશો?

સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) નાણાકીય સુરક્ષા પ્રદાન કરતી સરકારી સંસ્થા છે. આ સંસ્થા તેના સબ્સ્ક્રાઇબર એટલે કે શેરધારકોને ઘણી સુવિધાઓ અને લાભો આપે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) નાણાકીય સુરક્ષા પ્રદાન કરતી સરકારી સંસ્થા છે. આ સંસ્થા તેના સબ્સ્ક્રાઇબર એટલે કે શેરધારકોને ઘણી સુવિધાઓ અને લાભો આપે છે. EPFO તેની એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ (EDLI સ્કીમ) હેઠળ ઘણા લાભો રાખે છે, જેનો લાભ લઈ શકાય છે.

EPFO

આમાં સબસ્ક્રાઇબર્સને પેન્શન અને વીમાની ગેરંટી મળે છે, જેના માટે ઇ-નોમિનેશન મેળવવું જરૂરી છે. દરેક પીએફ સબસ્ક્રાઇબરે નોમિની પસંદ કરવી જોઈએ, જેથી કરીને તેના મૃત્યુની સ્થિતિમાં તેના નોમિનીને તેના ખાતા સાથે જોડાયેલા લાભો મળી શકે.

EPFO તેના સબ્સ્ક્રાઇબર્સને તેમના પીએફ એકાઉન્ટનું ઈ નોમિનેશન કરાવવા માટે જણાવી રહ્યું છે. સારી વાત એ છે કે, આ અગાઉ સબ્સ્ક્રાઇબર્સે ઓફિસ જઈને આ કામ ઓફલાઈન કરાવવું પડતું હતું, પરંતુ આ કામ ઈ નોમિનેશન દ્વારા ઓનલાઈન થઈ શકે છે.

ઈ નોમિનેશનના ઘણા ફાયદા છે. EPFO સબસ્ક્રાઇબરના મૃત્યુ પર કર્મચારીના પરિવારને 7 લાખ રૂપિયા સુધીના જીવન વીમાનો લાભ આપે છે. આવી સ્થિતિમાં જો નોમિનેશનની વિગતો પૂર્ણ થઈ જાય, તો પછીથી કોઈપણ પ્રકારની સમસ્યા નથી. એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ (EDLI સ્કીમ)નો લાભ તરત જ ઉપલબ્ધ છે. જો સબ્સ્ક્રાઇબર્સ ઓનલાઈન નોમિનેશન કરે છે, તો તેમને પછીથી એનઓસી મેળવવા માટે પરેશાન કરવાની જરૂર રહેશે નહીં.

EPFOના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે, EDLI સ્કીમમાં EPFO તેના સબસ્ક્રાઈબર્સને કયા ફાયદા આપે છે.

તો ચાલો અમે તમને જણાવીએ કે, EDLI સ્કીમ હેઠળ તમને શું લાભ મળે છે અને તમે તેના માટે ઈ નોમિનેશન કેવી રીતે કરી શકો છો.

EDLI સ્કીમમાં, PF સબસ્ક્રાઇબરના મૃત્યુની સ્થિતિમાં તેના નોમિનીને 7 લાખ સુધીની રકમ મળે છે. આ અગાઉ આ રકમ 6 લાખ હતી, તે આ વર્ષે એપ્રિલમાં વધારીને 7 લાખ કરવામાં આવી છે.

સૌથી સારી વાત એ છે કે, નોમિનીએ આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડતું નથી, તેને આ સુવિધાઓ મફતમાં મળે છે. એમ્પ્લોયર EPFO ​​ સબસ્ક્રાઇબરનું પ્રીમિયમ ચૂકવે છે.

નોમિનીને આ લાભો સીધા તેના ખાતામાં મળે છે. સબ્સ્ક્રાઇબરના મૃત્યુની સ્થિતિમાં આ રકમ સીધી નોમિનીના બેંક ખાતામાં આવે છે, જેના માટે ઈ નોમિનેશન સમયે તેના બેંક ખાતાને લિંક કરવાનું ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે. નોમિનીએ રકમનો દાવો કરવા માટે અલગથી પ્રોસેસ કરવાની જરૂર નથી.

EDLI સ્કીમમાં 2.5 લાખ સુધીના કેટલાક ન્યૂનતમ ખાતરીપૂર્વકના લાભો ઉપલબ્ધ છે, જો કે, આ માટે શરત એ છે કે, PF સબ્સ્ક્રાઇબરે તેના મૃત્યુના પહેલાના 12 મહિનામાં સતત 12 મહિના સુધી એક જ કંપનીમાં કામ કરવું જોઈએ.

બીજી સારી વાત એ છે કે, EPFO સબસ્ક્રાઇબરે આ સ્કીમ માટે અલગથી નોંધણી કરાવવાની જરૂર નથી. જ્યારે તેઓ EPFO ના સભ્ય બને છે, ત્યારે તેઓ આપોઆપ આ યોજના માટે પાત્ર બની જાય છે.

ઈ નોમિનેશન કેવી રીતે થશે?

આમાં તમામ સબ્સ્ક્રાઇબર્સે EPFOના મેમ્બર પોર્ટલ પર લોગ ઇન કરવું પડશે અને મેનેજ પેજ દ્વારા નોમિનીની માહિતી ભરવી અથવા અપડેટ કરવી પડશે. જેની પ્રક્રિયા આ મુજબ છે

સૌથી પહેલા EPFO ની ઓફિશિયલ વેબસાઈટ epfindia.gov.in મેમ્બર પોર્ટલ સર્વિસ- https://unifiedportal-

mem.epfindia.gov.in/memberinterface/- પર જાઓ. અહીંથી તમારે 'સેવા' વિકલ્પ પર ક્લિક કરીને 'કર્મચારીઓ માટે'ના વિકલ્પ પર જવું પડશે. અહીંથી 'મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ (OCS/OTP)' પર જાઓ.

જે બાદ તમારે UAN અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરવું પડશે.

અહીં તમારે મેનેજ ટેબમાં 'ઈ નોમિનેશન'નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

વિગતો પ્રદાન કરો ટેબમાં સેવ કર્યા બાદ, તમારે કુટુંબની વિગતો ભરવાની રહેશે. તમે એક કરતાં વધુ નોમિની બનાવી શકો છો. નોમિનેશનની વિગતોમાં તમારે જણાવવું પડશે કે, તમે કયા નોમિનીને કેટલો શેર આપી રહ્યા છો.

જે બાદ તમારે 'સેવ EPF નોમિનેશન' પર ક્લિક કરવું પડશે અને OTP જનરેટ કરવા માટે 'ઈ-સાઇન' પર ક્લિક કરવું પડશે. આ OTP આધાર સાથે જોડાયેલા તમારા મોબાઈલ નંબર પર આવશે. જે દાખલ કર્યા બાદ, તમારી ઈ નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે તમારે આનાથી વધુ કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં.

English summary
EPFO offers free benefits up to Rs 7 lakh, find out what is EDLI scheme and how to get benefits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X