For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EPFOની નોંધણી હવે સરળ અને ઝડપી બની

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જુલાઇ : એમ્પ્લોયીઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ - EPFO) દ્વારા તેની સેવાઓ વધારે સરળ બનાવવાની દિશામાં સતત કામ કરે છે. હવે કોઈપણ કંપની માટે ઈપીએફઓમાં રજિસ્ટ્રેશન કરવુ સરળ અને ઝડપી બની ગયું છે.

હવે આ પ્રક્રિયા EPFOના ઑનલાઈન કોડના દ્રારા કંપની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એક દિવસમાં પૂરી કરી શકાય છે. અત્યાર સુધી કોઈપણ કંપનીને ઈપીએફઓમાં પોતાને રજિસ્ટર્ડ કરવા માટે મેન્યુઅલી ફોર્મ ભરીને ઈપીએફઓમાં જમા કરવું પડતું હતું.

epfo

આ સમગ્ર પ્રક્રિયા પુરી થવામાં 15-20 દિવસનો સમય લાગતો હતો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી નરેન્દ્ર સિહ તોમરએ કંપની રજિસ્ટ્રેશનની ઓનલાઈ સર્વિસની શરૂઆત કરી છે. ઈપીએફઓનો લક્ષ્ય છે કે આવતા 2 મહિનામાં બધી કંપનીઓને આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આવે અને પ્રક્રિયા સરળ બનાવે.

નોંધનીય છે કે ગયા વર્ષે એટલે કે જુલાઇ 2013થી ઇપીએફઓ દ્વારા તેની ઓનલાઇન સેવા શરૂ કરવામાં આવી હતી. નલાઇન પ્રક્રિયાનાં કારણે પીએફનાં ખાતા ધારકોને ધરેબેઠા તેમનાં ખાતામાંથી એન્‍ટ્રીનું જમા ઉધાર કરવાની સગવડ મળી છે. એટલું જ નહીં ઓનલાઇન સેવા શરૂ કરવાનાં કારણે ખાતાધારક સરળતાપૂર્વક તેમનાં ખાતાનું સ્‍ટેટસ પણ જાણી શકશે. ઓનલાઇન સેવામાં વ્યક્તિ પોતાના ખાતામાં રહેલી જમા રકમનાં ઓનલાઇન ઉપાડ અને જમા કરાવવાની કામગીરી સરળતાથી કરી શકે છે.

આ ઉપરાંત જુલાઇ 2013થી ઇપીએફઓ દ્વારા ડિજિટલ સિગ્નેચર માટેની વ્યવસ્થા પણ શરૂ કરી હતી. કર્મચારીઓ ઇપીએફઓની વેબસાઇટ www.epfindia.gov.in પર ઓનલાઇન ક્લેમ પોર્ટલ (ઓટીસીપી)ની સુવિધાથી પણ ડિજિટલ હસ્તાક્ષર અપલોડ કરી શકે છે.

English summary
EPFO registration is now easy and time saving
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X