Fastag Complaint Online : ફાસ્ટેગમાંથી રૂપિયા કપાઈ ગયા છે તો આવી રીતે પાછા મેળવો

આજકાલ ફાસ્ટેગ ફ્રોડના ઘણા કેસ આવી રહ્યા છે. કેટલાક લોકોની જાણ બહાર તેમના રૂપિયા કપાઈ શકે છે. આ સ્થિતીમાં અમે તમને આ રૂપિયા પાછા મેળવવા માટે કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ.

ફાસ્ટેગ તમારા કામને સરળ બનાવે છે અને ટોલ પ્લાઝા તેમજ મોટા મોલ્સમાં તમારી કાર પાર્ક કરતી વખતે તમારે દરેક જગ્યાએ પૈસા આપવાની જરૂર રહેતી નથી અને તેનો ઉપયોગ કરવાથી ઘણો સમય બચે છે.

Fastag

ક્યારેક ફાસ્ટેગમાંથી ભૂલથી પૈસા કપાઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો અને જો તમારા પૈસા ખરેખર કપાયા છે તો તે પણ પાછા આવી શકે છે.

કેટલીકવાર એવું થાય છે કે કોઈ સમસ્યાને કારણે ફાસ્ટેગ દ્વારા પૈસા કપાય છે. જો તમારી સાથે પણ આવું થાય તો તમે ફરિયાદ કરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો. સામાન્ય રીતે ફરિયાદ કર્યાના 30 દિવસની અંદર તમને પૈસા પરત કરવામાં આવે છે.

જો તમારા પૈસા ટેગમાંથી કપાઈ ગયા હોય તો ફરિયાદ ક્યાં કરવી એ સૌથી મોટો પ્રશ્ન છે. તમને જણાવી દઈએ કે આના માટે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે કે તમે તમારા વિસ્તારની ઓફિસમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને ફરિયાદ કરી શકો છો.

જો તમે ક્યાંક ગયા હોવ અને તમારા પૈસા ખોટી રીતે કપાઈ ગયા હોય તો તમે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ ટોલ ફ્રી નંબર 1033 છે.

નેશનલ હાઈવે ઓથોરિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, જો તમારા પૈસા ખોટી રીતે કાપવામાં આવ્યા હોય અને ફરિયાદ સાચી હોય તો તમારા પૈસા 30 દિવસમાં પરત કરવામાં આવે છે. સામાન્ય રીતે તમારા પૈસા 20 થી 30 દિવસમાં તમારી પાસે પાછા આવે છે.

પૈસા પાછા મેળવવાની બીજી એક રીત છે. જો પૈસા ખોટી રીતે કપાઈ ગયા હોય તો ફાસ્ટેગ જારી કરતી બેંકના હેલ્પલાઈન નંબર પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

જણાવી દઈએ કે, એવી ઘણી બેંકો છે જે ફાસ્ટેગ સાથે જોડાયેલી છે અને યુઝર્સની સમસ્યાઓનું સમાધાન પણ કરે છે. જો તમારે જાણવું હોય તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) ની વેબસાઈટ પર ક્લિક કરીને તમે હેલ્પલાઈન નંબર જાણી શકો છો. જો તમારું ફાસ્ટેગ Paytm સાથે લિંક છે તો તમે એપ્લિકેશનની મુલાકાત લઈને પણ તમારી સમસ્યા હલ કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X