For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષા ઉત્પાદનમાં વિદેશી રોકાણની સીમા 49%થી વધારીને 74% કરવામાં આવશે

નાણામંત્રીએ મોટી ઘોષણા કરીને કહ્યુ કે સ્વચાલિત માર્ગ હેઠળ રક્ષા નિર્માણમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમા 49 ટકા વધારીને 74 ટકા કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે દેશને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડ રૂપિયાના પેકેજના ચોથા ફેઝ વિશે આજે એલાન કરવામાં આવ્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આજે ગ્રોથ, રોકાણ વધારનાર આર્થિક સુધારાની ઘોષણા કરવામાં આવશે. નાણામંત્રીએ મોટી ઘોષણા કરીને કહ્યુ કે સ્વચાલિત માર્ગ હેઠળ રક્ષા નિર્માણમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સીમા 49 ટકા વધારીને 74 ટકા કરવામાં આવી રહી છે.

Finance Minister

નાણામંત્રી સીતારમણે કહ્યુ કે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા લાવવા માટે મેક ઈન ઈન્ડિયાનો જોર આપવુ જરૂરી છે. સરકાર આવા હથિયારો તેમજ પ્લેટફોર્મનુ લિસ્ટ અધિસૂચિત કરશે જેમના આયાતને પ્રતિબંધિત કરી દેવામાં આવશે. ઑર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનુ ખાનગીકરણ તેમના કામકાજમાં સુધારા માટે કરવામાં આવશે. ભારતે આ દિશામાં ઘણા પગલા લીધા છે. હથિયારોની લિસ્ટને નોટિપાઈ કરવામાં આવશે અને આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

તેમણે કહ્યુ કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દર વર્ષે ભારતમાં હથિયારોનુ ઉત્પાદન વધારવામાં આવશે અને જે સામાન આયાત કરવા પડે છે તેમનુ પણ ઉત્પાદન દેશમાં જ કરવામાં આવશે. આના માટે અલગથી બજેટ આપવામાં આવશે. આનાથી રક્ષા આયાત ખર્ચ થષે અને એ કંપનીઓને લાભ થશે જે ભારતમાં સેના માટે હથિયાર બનાવશે. ઑર્ડિનન્સ ફેક્ટરી ઑર્ગેનાઈઝેશનને નિગમીકૃત કરવામાં આવશે. નાણામંત્રીએ જોર આપ્યુ કે કામકાજમાં સુધારા માટે નિગમીકૃત કરવામાં આવશે, પ્રાઈવેટાઈઝેશન નહિ કરવામાં આવે. નાણામંત્રીએ આ અવસરે કહ્યુ કે રક્ષા ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે મેક ઈન ઈન્ડિયા બિલકુલ અપિરહાર્યછે. કંપનીઓને શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ઑટોમેટિક રૂટ્સ દ્વારા એફડીઆઈની સીમાને 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવશે.

સરકારે વિજળી સેક્ટર માટે કર્યા મોટા એલાન, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજળી વિતરણનુ ખાનગીકરણસરકારે વિજળી સેક્ટર માટે કર્યા મોટા એલાન, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજળી વિતરણનુ ખાનગીકરણ

English summary
Finance Minister makes big announcement, limit of foreign investment in defense production will be increased from 49% to 74%
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X