બજેટ 2013: મધ્યમવર્ગીયો-યુવાનોને નિરાશા, જાણો શું થયું મોંઘુ

માર્કેટમાં રજૂ થતા નવા મોબાઇલ્સ, રેસ્ટોરામાં મિત્રો સાથે જમવા જતા યુવાનો કે જેઓનો દારોમદાર માત્ર પોકેટ મની છે તેમને સૌથી વધારે નિરાશા આ બજેટથી રહેશે અને તેમના કારણે તેમના વાલીઓને પણ પોકેટમની વધારવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
નાણામંત્રી દ્વારા કઇ વસ્તું પર વધારાઇ એક્સાઝઇ ડ્યૂટી અને લદાયો સર્વિસ ટેક્સ
- સિગારેટના કસ હવે મોંઘા થશે કારણ કે, બજેટ 2013-14માં સિગારેટ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારીને 18% કરવામાં આવી છે.
- SUV ગાડીઓ રાખવાનો શોખ હવે મોંઘો પડી શકે છે કારણ કે, બજેટમાં SUV ગાડીઓ ઉપર એક્સાઈઝ ડ્યૂટી ત્રણ ટકા વધારીને 30% કરી દેવામાં આવી છે.
- રેસ્ટોરામાં જઇને મિત્રો સાથે જવામાં હવે કાપ મુકવો પડશે કારણ કે, બધી જ એસી રેસ્ટોરાં પર સર્વિસ ટેક્સ લાદવામાં આવ્યો છે તેથી તમામ એસી રેસ્ટોરાં મોંઘા થઇ જશે.
- મોબાઇલ ધારકોને પણ ફટકો પહોંચી શકે છે, કારણ કે મોબાઇલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારીને 6% કરવામાં આવી છે જેથી 2000 રૂપિયાનો મોબાઇલ ફોન મોંઘો થશે.
- મોંઘા બાઇક પર 75% થી વધારી ડ્યુટી 100% કરવામાં આવી છે.
- વિદેશી ગાડીઓ પર 75% થી વધારી ડ્યુટી 100% કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
