LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી બદલાઇ જશે આ નિયમ
New Rules From 1st December 2023: વર્ષનો છેલ્લો મહિનો, ડિસેમ્બર તેની સાથે ઘણા ફેરફારો લાવી રહ્યો છે. 1 ડિસેમ્બરથી ઘણા નિયમો બદલાશે, જેના વિશે તમારે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, આ ફેરફારો તમારા ખિસ્સા પર સીધી અસર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલી તારીખે એલપીજીની કિંમતથી લઈને સિમ કાર્ડ સુધી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે, આ અહેવાલમાં આપણે તેના વિશે વિગતવાર જાણીશું.

બંધ થઈ જશે UPI ID - નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તમામ પેમેન્ટ એપ્સને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમની યુપીઆઈ આઈડી એક વર્ષથી એક્ટિવ નથી. આ આદેશ 1 ડિસેમ્બર, 2023થી અમલમાં આવશે.
બલ્ક સિમના વેચાણ પર પ્રતિબંધ - સરકારે 1 ડિસેમ્બરથી જથ્થાબંધ સિમના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જે દુકાનદારો તેમની દુકાનો કેવાયસી નથી કરાવતા તેઓ જથ્થાબંધ સિમ વેચી શકશે નહીં. મતલબ કે, હવે સિમ વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે - 80 વર્ષથી વધુ વયના નિવૃત્ત નાગરિકોએ 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું હતું, જો તેઓ આમ કરી શકતા નથી, તો તેમનું પેન્શન 1 ડિસેમ્બરથી બંધ થઈ જશે.
આધાર અપડેટ માટે ફી ચૂકવવી પડશે - જે લોકોનું આધાર કાર્ડ છેલ્લા 10 વર્ષથી અપડેટ થયું નથી, તેઓએ 14મી ડિસેમ્બર સુધીમાં પોતાનું આધાર અપડેટ કરાવી લેવું જોઈએ, ત્યાં સુધી તે મફત છે, નહીં તો 14મી ડિસેમ્બર પછી તમારે તેના માટે ફી ચૂકવવી પડશે.
LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં થઈ શકે છે ફેરફાર - દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે, 1 નવેમ્બરના રોજ પણ તેમણે 19 કિલો કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો કર્યો હતો. શક્ય છે કે, આ વખતે પણ ગેસના ભાવમાં ફેરફાર થાય.
બેંકે દંડ પણ ભરવો પડશે - RBIએ 1 ડિસેમ્બરથી મોટો નિયમ લાગુ કર્યો છે. જે અંતર્ગત જો કોઈ ગ્રાહકે લોન માટેના તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હોય અને તમામ પેપર વર્ક પૂર્ણ કરી લીધા હોય, પરંતુ બેંક તેના પેપર્સ પરત કરવામાં વિલંબ કરી રહી હોય, તો આવી સ્થિતિમાં બેંકને દંડ પણ ભરવો પડશે.
Regalia ક્રેડિટ કાર્ડ ફેરફારો - 1 ડિસેમ્બરથી, HDFC Regalia ક્રેડિટ કાર્ડ ધારકોને મફત લાઉન્જ ઓક્સેસ ત્યારે જ મળશે, જો તેઓ ત્રણ મહિનામાં તેમની રૂપિયા 1 લાખની ક્રેડિટનો ઉપયોગ કરે.












Click it and Unblock the Notifications
