Fuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આજની કિંમત
નવી દિલ્લીઃ સોમવારે ઈંધણ કંપનીઓએ નવા ભાવ જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. કાલે પેટ્રોલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ હતુ જ્યારે ડીઝલના ભાવમાં પણ 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતો હવે 4986 રૂપિયા પ્રતિ બેરલ પહોંચી ગઈ છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 101.64 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.66 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.32 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.93 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.13 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.52 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.10 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.56 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.69 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 89.07 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.64 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.66 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.13 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.02 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.49 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.86 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.22 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.15 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.