Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 7માં દિવસે વધારો, જાણો તમારા શહેરના રેટ

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સોમવાર(11 ઓક્ટોબર)ના રોજ સતત સાતમાં દિવસે વધારો કરવામાં આવ્યો.

નવી દિલ્લીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સોમવાર(11 ઓક્ટોબર)ના રોજ સતત સાતમાં દિવસે વધારો કરવામાં આવ્યો. સતત સાતમાં દિવસે પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતોના ઉછાળા બાદ 28 સપ્ટેમ્બરે પેટ્રોલ અને 24 સપ્ટેમ્બરે ડીઝલના ભાવ ત્રણ સપ્તાહ બાદ વધારવામાં આવ્યા હતા. જુલાઈ અને ઓગસ્ટ કિંમતોમાં ઘટાડા પહેલા 4 મેથી 17 જુલાઈ વચ્ચે પેટ્રોલની કિંમતોમાં 11.44 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન ડીઝલના દરમાં 9.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 101.52 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 104.44 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 110.41 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 101.89 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 105.09 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 108.08 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 108.64 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 107.99 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 101.47 રૂપિયા પ્રતિ લિટર
ગુરગાંવઃ 101.76 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 100.73 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 93.17 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 101.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 97.69 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 101.66 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 98.89 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 100.04 રૂપિયા પ્રતિ લિટર
ગુરગાંવઃ 93.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 93.61 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

સ્થાનિક કરોના આધારે કિંમતે દરેક રાજ્યમાં અલગ હોય છે. રિપોર્ટ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા માટે વધ્યા છે કારણકે ઓપેક દ્વારા પ્રતિ દિન 0.4 મિલિયન બેરલથી વધુ ઉત્પાદન ન વધારવાના નિર્ણય બાદ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ 82 પ્રતિ બેરલથી વધુ થઈ ગયુ છે. એક મહિના પહેલા બ્રેંટ 72 ડૉલર પ્રતિ બેરલની આસપાસ હતુ. ક્રૂડ ઓઈલનુ શુદ્ધ આયાતકાર હોવાના નાતે ભારત પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય કિંમતોને સમાન રાખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X