Fuel Rates: મહિનાના પહેલા દિવસે લાગ્યો ઝટકો, વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ રેટ
મહિનાના પહેલા દિવસે જ સામાન્ય જનતાને તગડો ઝટકો લાગ્યો છે. આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
નવી દિલ્લીઃ મહિનાના પહેલા દિવસે જ સામાન્ય જનતાને તગડો ઝટકો લાગ્યો છે. આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે દેશના બધા શહેરોમાં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 39 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં લગભગ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 101.89 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.95 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.36 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.47 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.44 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.73 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.64 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 98.99 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 110.37 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 93.27 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.84 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.74 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.27 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.17 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.70 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.40 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 99.09 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 90.69 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 5 વાર ડીઝલના ભાવ અને 4 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રુપિયાને પાર વેચાઈ રહ્યુ છે. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઑઈલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ સહિત ઑઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સુધારો કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
