Fuel Rates: મહિનાના છેલ્લા દિવસે ઈંધણના ભાવમાં લાગી આગ, મોંઘુ થયુ પેટ્રોલ અને ડીઝલ

મહિનાના છેલ્લા દિવસે ઈંધણ કંપનીઓએ એક વાર ફરીથી સામાન્ય જનતાને તગડો ઝટકો આપ્યો છે.

નવી દિલ્લીઃ મહિનાના છેલ્લા દિવસે ઈંધણ કંપનીઓએ એક વાર ફરીથી સામાન્ય જનતાને તગડો ઝટકો આપ્યો છે. ગુરુવારે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે દેશના બધા શહેરોમાં પેટ્રોલના ભાવમાં લગભગ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે પણ પેટ્રોલના ભાવ 20થી 21 પૈસા અને ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.64 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.71 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.36 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.17 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.18 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.49 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.34 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 98.75 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 110.11 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.52 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.45 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.97 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.85 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.38 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.05 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 98.77 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 90.29 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

તમને જણાવી દઈએ કે દર 15 દિવસોમાં આંતરરાષ્ટ્રીય કિંમતો અને વિદેશી સ્ટૉક એક્સચેન્જના આધારે ઈન્ડિયન ઑઈલ ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી ઈંધણી કંપનીઓ ઈંધણના ભાવમાં સુધારા કરતી રહે છે. 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધી ચાર વાર ડીઝલના ભાવ અને ત્રણ વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X