Petrol-Diesel Price: પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ થઈ ગયા અપડેટ, અહીં જાણો તમારા શહેરના રેટ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે પણ દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર છે. આજે પણ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેરળ સરકારે પેટ્રોલ, ડીઝલ અને દારુ પર સોશિયલ સિક્યોરિટી ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ અહીં ઈંધણની કિંમતોમાં વધારો થઈ શકે છે.
વળી, ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ચડાવ-ઉતાર ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં, બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો દર બેરલ દીઠ 79.94 ડૉલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ તેલનો દર બેરલ દીઠ 73.39 ડૉલર પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લો દેશવ્યાપી ફેરફાર આ વર્ષે 21 મેના રોજ થયો હતો. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી:
96.72
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
106.31
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
106.03
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
102.63
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
96.63
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
96.42
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
96.19
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
96.31
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
96.54
રુપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી:
89.62
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
94.27
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
92.73
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
94.24
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
92.38
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
92.17
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
91.95
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
92.07
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
92.28
રુપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.