Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરમાં આજના રેટ
Petrol-Diesel Price: ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધ-ઘટ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેટ ક્રૂડની કિંમત 77.88 ડૉલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 72.85 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં પેટ્રોલ 1.21 રૂપિયા અને ડીઝલ 1.17 રૂપિયા મોંઘુ થયુ છે. છત્તીસગઢમાં પેટ્રોલ 60 પૈસા અને ડીઝલ 59 પૈસા મોંઘુ થયુ છે. ઉત્તર પ્રદેશ, કેરળ અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ 44 પૈસા અને ડીઝલ 41 પૈસા સસ્તું થયું છે.
ઉલ્લેખનીય છે કે મે 2022થી દેશમાં ઈંધણની કિંમતો સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.74 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.
તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ માપદંડોના આધારે ઈંધણ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો એ લોકો છે જે પેટ્રોલ પંપ ચલાવે છે. તેઓ ટેક્સ અને પોતાનુ માર્જિન ઉમેરીને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
