For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: Fuel Rates: દિલ્લીમાં વેટ ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ, જાણો તમારા શહેરના ભાવ

ક્રૂડ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ગુરુવારે જાહેર કરી દીધા છે. જાણો તમારા શહેરના રેટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ક્રૂડ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ગુરુવારે જાહેર કરી દીધા છે. દિલ્લી સરકારે ગઈ કાલે પેટ્રોલ પર લાગતો વેટ લગભગ આઠ રૂપિયા ઘટાડી દીધો ત્યારબાદ રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત ઘણી ઘટી ગઈ છે. છેલ્લા લગભગ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે અને ક્રૂડ ઓઈલ કંપનીઓએ જનતાને સતત રાહત આપી છે. વળી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં સતત ઘટાડો ચાલુ છે. આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 95.35 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 95.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 89.33 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

રાજ્ય સ્તરે વાહન ઈંધણ પર લાગતો વેટ અલગ-અલગ હોવાના કારણે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 112 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે પોર્ટ બ્લેયરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા સાથે ભારતીય બજારમાં વાહન ઈંધણની કિંમતોમા રાહત છે. એક્સપર્ટસનુ માનવુ છે કે જો ઘટાડો ચાલુ રહ્યો તો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થઈ શકે છે.

English summary
Fuel Rates: Petrol and diesel prices remain unchanged on 2nd December, New rate for Delhi, check rates in your city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X