Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા, જાણો પેટ્રોલ અને ડીઝલના આજના રેટ
ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કરી દીધા છે. જાણો લેટેસ્ટ રેટ.
નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહીછે. ગયા સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવ 70 રૂપિયા પ્રતિ બેરલથી નીચે રહ્યા પરંતુ આ સપ્તાહે બે દિવસમાં જ તેના રેટ 75 ડૉલરના પાર પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ પણ ફેરફાર રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 95.35 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 95.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 89.33 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
રાજ્ય સ્તરે વાહન ઈંધણ પર લાગતો વેટ અલગ-અલગ હોવાના કારણે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 112 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે પોર્ટ બ્લેયરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.












Click it and Unblock the Notifications
