Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, ચેક કરો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ
આજે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ શું છે, જાણો અહીં.
નવી દિલ્લીઃ આજે ગુરુવારે(9 ડિસેમ્બર) પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ વધારો થયો નથી. જો કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. oilprice.comના જણાવ્યા મુજબ WTI Crudevr કિંમતો 72 ડૉલર અને Brent Crudeની કિંમતો 76 ડૉલરથી પણ ઉપર પહોંચી ગઈ છે. જો કે ત્યારબાદ પણ ઘરેલુ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નથી. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ પણ ફેરફાર રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 95.35 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 95.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 89.33 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.43 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
રાજ્ય સ્તરે વાહન ઈંધણ પર લાગતો વેટ અલગ-અલગ હોવાના કારણે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 112 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે પોર્ટ બ્લેયરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
