Petrol Diesel Price : આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલની કિંમત કેટલી છે?
Fuel Rates : સોમવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી. ઇંધણના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે. જો કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ છે, પરંતુ આ પછી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો થયો નથી.

દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા થી નીચે
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં બાકીના મહાનગરોની તુલનામાં ઇંધણ પ્રમાણમાં સસ્તું છે. કારણ કે, રાજ્ય સરકારે અગાઉ પેટ્રોલ પરના મૂલ્યવર્ધિત કર (વેટ) માં ઘટાડોકર્યો હતો, જેના કારણે શહેરમાં ઇંધણની કિંમત લગભગ 8 રૂપિયાનો ઘટાડો થયો છે. અન્ય મહાનગરોમાં એક લીટર પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી વધુ છે.

આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી : 95.41 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 109.98 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 104.67 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 101.40 રૂપિયા રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 100.58 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 95.28 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 108.20 રૂપિયા પ્રતિ લીટર
- શ્રી ગંગાનગર : 112 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 82.96 રૂપિયા પ્રતિ લીટર
- રાયપુર : 101.11 રૂપિયા પ્રતિ લીટર
- ગુવાહાટી : 94.58 રૂપિયા પ્રતિ લીટર
- અમદાવાદ : 95.13 રૂપિયા પ્રતિ લીટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી : 86.67 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 94.14 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 89.79 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 91.42 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 85.01 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 86.80 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ : 94.62 રૂપિયા પ્રતિ લીટર

બદલાતા રહે છે પેટ્રોલ ડીઝલના ભાવ
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક કર અને પરિવહનના ખર્ચના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ દરેક રાજ્યમાં બદલાય છે. ગયા મહિને સાત મહિનાની ટોચે પહોંચ્યા બાદનવેમ્બરમાં ભારતનો ઇંધણ વપરાશ ઘટ્યો હતો.

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો.
તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે. જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSPઅને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથીજાણી શકો છો.