ગેસ સિલિન્ડર 62.50 રૂપિયા સસ્તો થયો, જાણો નવી કિંમત
ગેસ સિલિન્ડર 62.50 રૂપિયા સસ્તો થયો, જાણો નવી કિંમત
નવી દિલ્હીઃ સરકારે સબ્સિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમતમાં ભાર કટૌતી કરી છે. જેની કિંમત હવે 62.50 રૂપિયા ઘટી ગઈ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ગેસની કિંમતો ઘટ્યા બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવેલ જાણકારી મુજબ સબ્સિડી વિનાના એલપીજી સિલિન્ડર હવે 574.50 રૂપિયાનો મળશે. નવા રેટ બુધવારે મધ્યરાત્રીથી જ લાગૂ થઈ ગયા છે.

સબ્સિડી છોડનારને ફાયદો થશે
જે લોકો સબ્સિડી છોડી ચૂક્યા છે, તેમને સિલેન્ડરના ભાવમાં કટૌતીનો ફાયદો મળશે. દેશમાં 40 લાખ કન્ઝ્યૂમર્સ ગેસ સિલિન્ડર પર મળતી સબ્સિડી છોડી ચૂક્યા છે. જ્યારે જે લોકો સબ્સિડી લે છે તેમને હાલ 12 સિલિન્ડર સબ્સિડી સાથે મળે છે અને તે બાદ જો તેઓ સિલિન્ડર લે છે તો તેમણે સંપૂર્ણ ચૂકવણી કરવી પડે છે. તેવા લોકોને પણ હવે આ સિલિન્ડર 574.50 રૂપિયાનો મળશે. અગાઉ જુલાઈમાં સબ્સિડી વાળા એલપીજી સિલિન્ડરનો રેટ 163 રૂપિયા ઘટી ગયો હતો. આ પ્રકારે હવે ઉપભોક્તાઓને જુલાઈમાં જ્યાં 637 રૂપિયાનું પેમેન્ટ કરવું પડતું હતું, ત્યારે હવે માત્ર 574.50 રૂપિયાની જ ચૂકવણી કરવી પડશે.

સબ્સિડી વાળા સિલિન્ડર પણ સસ્તા થયા
જ્યારે સરકારે સબ્સિડી વાળા સિલિન્ડર પણ સસ્તા કર્યા છે. સબ્સિડી વાળા સિલિન્ડર 62.50 રૂપિયા સસ્તા થઈ ગયા છે. હવે ઘરેલૂ સિલિન્ડર માટે 611.50 રૂપિયા આપવાના રહેશે. જુલાઈમાં આ સિલિન્ડર 674 રૂપિયાનો હતો. જ્યારે ગ્રાહકોના બેંક ખાતામાં 118 રૂપિયાની સબ્સિડી મોકલવામાં આવશે. જે બાદ ઉપભોક્તાઓને આ સિલિન્ડર 493.50 રૂપિયાનો પડશે.

વ્યવસાયિક સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા
કોમર્શિયલ સિલિન્ડર (19 કિલો) હવે ગ્રાહકોને 1095 રૂપિયાનો મળશે. જેમાં 126 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ગેસ સબ્સિડી વાળો 5 કિલોનો નાનો ગેસ સિલિન્ડર પણ 21 રૂપિયા સસ્તો થયો છે. હવે 5 કિલો વાળો સિલિન્ડર 226.50 રૂપિયામાં મળશે.












Click it and Unblock the Notifications
