ગાંધીનગરમાં યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ

Subscribe to Oneindia News

સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા આગામી તારીખ 5-6-7 જાન્યુઆરી 2018 દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનુ આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ ખુબ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહી છે. સરદારધામના પ્રમુખ અને પાટીદાર અગ્રણી ગગજીભાઇ સુતરીયાએ જણાવ્યું કે આ સમિટમાં કન્વેન્શન, એક્ઝીબીસન, બિઝનેસ સેમીનાર, બી2બી મીટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો હેતુ એ છે કે સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને સમર્થન આપવુ, નવા ઉદ્યોગપતિઓ તૈયાર કરવા, તેમજ સમાજના શિક્ષિત યુવક યુવતીઓને તાલીમ આપી સન્માન સાથે ધંધો રોજગાર અપાવવો કે સ્કીલ મુજબ નોકરી અપાવી.

Patidar

આ ગ્લોબલ પાટીદાર સમિટમાં ભારત તેમજ અન્ય 32 દેશોમાંથી અંદાજે 10,000 જેટલા ઉદ્યોગપતિઓ ખાસ ભાગ લેવા ગાંધીનગર પધારશે. તેમજ એક અંદાજ મુજબ 3 લાખથી વધારે લોકો સમિટની મુલાકાત લેશે. આવનાર ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના છે અને જેમાં હરેકૃષ્ણ ડાયમંડના હરિકૃષ્ણ પટેલ, લવજી બાદશાહ, પંકજભાઇ પટેલ, કરશનભાઇ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહેશે. આ ઉપરાંત, બાબા રામદેવ પણ એક મોટીવેશનલ સ્પીકર તરીકે તેમજ એક બિઝનેસમેન તરીકે ખાસ ભાગ લેવાના છે. તેમજ શીવ ખેરા, ચેતન ભગત સહિતના મોટીવેશનલ ટ્રેનર પણ આવશે.

ગ્લોબલ પાટીદાર સમિટ 2018, 2020, 2022 ,2024 અને 2026 સુધી યોજાશે અને જેનો લાભ માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ અન્ય સમાજને પણ થાય તે હેતુ છે. આ વખતે પાટીદાર ઉદ્યોગરત્ન એવોર્ડની જાહેરાત પણ કરવામાં આવનાર છે. જેમાં ઓપન કેટેગરીમાં 3 ટોપ કરદાતા, ટોપ 3 એક્સપોર્ટ ટર્નઓવર ધરાવતી કંપની, ટોપ 3 સૌથી વધારે સ્ટાફ ધરાવતી કંપની, ટોપ 3 સૌથી વધારે કૃષિ આવક ધરાવતા ખેડૂત, ટોપ 3 સૌથી વધારે નેટવર્થ ધરાવતા વેપારીઓને એવોર્ડ આપવામાં આવશે. જ્યારે મહિલા કેટેગરીને પણ શરૂ કરવામાં આવશે. જેમાં ટોપ 3 મહિલા કરદાતા, ટોપ 3 કૃષિ આવક ધરાવતી મહિલા ખેડૂત અને સૌથી વધારે નેટવર્થ ધરાવતી ટોપ 3 મહિલાઓ. અને એનઆરઆઇ કેટેગરીમાં સૌથી વધારે નેટવર્થ ધરાવતા ટોપ થ્રી એનઆરઆઇને એવોર્ડ આપવામાં આવશે.

English summary
Global Patidar Business Summit to be held in Gandhinagar. Read here more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.