1 અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં હજારથી વધુ રૂપિયાનો વધારો
1 અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં હજારથી વધુ રૂપિયાનો વધારો
નવી દિલ્હીઃ સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. ગત અઠવાડિયે પણ સોના અને ચાંદીમાં ભરે તેજી આવી હતી. ગોલ્ડ સ્ટાન્ડર્ડ જ્યાં 1360 રૂપિયા પ્રતિ ગ્રામ વધ્યું છે ત્યારે ચાંદીના ભાવમાં 910 રૂપિયાની તેજી જોવા મળી છે. સોનાની ગિન્નીમાં પણ 900 રૂપિયાની તેજી જોવા મળી છે. સોમવારે જ્યાં ગોલ્ડ સ્ટેન્ડર્ડ 36970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે શુક્રવારે વધીને 38330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.

સોનું કેમ થઈ રહ્યું છે મોંઘું
જાણકારો મુજબ આનું સૌથી મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચલી રહેલ ટ્રેડ વૉર છે. જેને પગલે દુનિયાભરની અર્થવ્યવસ્થા સમસ્યાનો સામનો કરી રહી છે. એવામાં લોકો અને સરકારો સોના ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ચીને પોતાના વિદેશી ભંડારમાં ગોલ્ડની ભાગીદારી વધારી છે. ભારત સહિત અન્ય કેટલાય દેશોએ પણ આવું કર્યું છે. એવામાં જ્યારે માંગ વધી રહી છે તો સોનાની કિંમતમાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે. કેટલાક જાણકારો મુજબ ગોલ્ડ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું સ્તર પણ પાર કરી ગયું છે.

ગત સોમવારથી શુક્રવાર દરમયાન સોના-ચાંદીના ભાવ
- ગોલ્ડ સ્ટેન્ડર્ડ પ્રતિ 10 ગ્રામ 1360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યું.
- સોનું બિટુર પ્રતિ 10 ગ્રામ પણ 1360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યું.
- ચાંદી હાજિર પ્રતિ કિલોગ્રામ 910 રૂપિયા વધી.
- ચાંદી વાયદા પ્રતિ કિલોગ્રામ 660 રૂપિયા વધી.
- સોનીના ગિન્ની પ્રતિ 8 ગ્રામ 900 રૂપિયા વધી.

5 ઓગસ્ટના સોના-ચાંદીના રેટ
- ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રતિ 10 ગ્રામઃ 36970 રૂપિયા
- સોનું બિટુર પ્રતિ 10 ગ્રામઃ 36800 રૂપિયા
- ચાંદી હાજિર પ્રતિ કિલોગ્રામઃ 43100 રૂપિયા
- ચાંદી વાયદા પ્રતિ કિલોગ્રામ 42405
- ગિન્ની પ્રતિ આઠ ગ્રામઃ 27600 રૂપિયા

શુક્રવારે 9 ઓગસ્ટે સોના-ચાંદીના રેટ
- સોનું સ્ટાન્ડર્ડ પ્રતિ 10 ગ્રામઃ 38330 રૂપિયા
- સોના બિટુર પ્રતિ 10 ગ્રામઃ 38160 રૂપિયા
- ચાંદી હાજિર પ્રતિ કિલોગ્રામઃ 44010 રૂપિયા
- ચાંદી વાયદા પ્રતિ કિલોગ્રામઃ 43065 રૂપિયા.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર








Click it and Unblock the Notifications
