રવિવારે પેટ્રોલ-ડીઝલમાં થયો સામાન્ય ઘટાડો, જાણો આજની કિંમત
રવિવારે પેટ્રોલ-ડીઝલમાં થયો સામાન્ય ઘટાડો, જાણો આજની કિંમત
નવી દિલ્હીઃ રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 8 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે પેટ્રોલ 69.45 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.55 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં નાગરિકોને થોડી રાહત મળી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
આજે દિલ્હીમાં પેટ્રોલ 9 પૈસા સસ્તું થઈ 71.99 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. જ્યારે ડીઝલ 15 પૈસા સસ્તું થઈ 65.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે અને જાહેર કરે છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો આજે મુંબઈકરોને પણ થોડી રાહત મળી છે. રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 77.65 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.66 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. મુ્ંબઈમાં છેલ્લા 4 દિવસથી ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાયો છે.

અન્ય શહેરોમાં પેટ્રોલના ભાવ
કોલકાતામાં 9 પૈસાના ઘટાડા બાદ પેટ્રોલની કિંમત 74.69 અને 14 પૈસાના ઘટાડા બાદ ડીઝલની કિંમત 0.14 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ 9 પૈસાના ઘટાડા બાદ 74.78 અને ડીઝલ 16 પૈસાના ઘટાડા બાદ 69.19 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
