For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાત મહિનામાં પ્રથમ વાર સોનું 30 હજારથી નીચી સપાટીએ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gold-silver
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: વૈશ્વિક મંદીના કારણે ભારે વેચાણના કારણે ગત સપ્તાહે સોનાની કિંમત સાત મહિનામાં પ્રથમ વાર 30,000 રૂપિયાના સ્તરથી નીચલા સ્તર ગયું છે જ્યારે મહિનાના અંતિમ અઠવાડિયામાં નીચલા સ્તર પર ખરીદીના કારણે કેટલાક અંશે ઓછું નુકસાન થયું છે.

ગુરૂવારે સોનાની કિંમત ધટીને 29, 720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી જે સ્તર 21 જુલાઇ 2012 પછી જોવા મળ્યો ન હતો. ચાંદીનો ભાવ પણ 54,550 રૂપિયાના નિચલા સ્તરેથી ધટીને 1,330 રૂપિયાના ઘટાડા સાથે 55,200 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ ગયો છે.

વૈશ્વિક સ્તર પર આર્થિક મોરચાના સકારાત્મક સંકેત વૈકલ્પિક રોકાણના રૂપમાં સોનાની અપીલને ઓછી કરી દિધી છે જેના લીધે સોનું સાત મહિનાના નિચલા સ્તર આવી ગયું છે. આ સ્થિતિને જોતાં સ્ટોકિસ્ટો દ્રારા પોતાના સોદામાં કાપ મૂકવાના કારણે વેપારની ધારણા મંદ થઇ ગઇ છે. આ અઠવાડિયે સોનામાં 2.3 ટકાનો અને ચાંદીમાં 4.5 ટકાનો ઘટાડો નોધાવ્યો છે.

ઘરેલું મોરચા પર સોનું 99.9 અને 99.5 શુદ્ધતાની શરૂઆત એટલે કે 30,400 રૂપિયા અને 30,200 રૂપિયા પર થયો તથા વૈશ્વિક બજારોમાં ભારે નરમાઇને જોતાં સ્ટોકિટોની ભારે ઘરીદીથી ક્રમશ:29,720 રૂપિયા અને 29,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નીચલા સ્તરને આંકી લીધો હતો.

English summary
Gold prices ended at a seven-month low, resuming their downward march, as some investors opted to leave the market amid dissatisfaction with the yellow metal's performance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X