For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1250 રૂપિયાનો કડાકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gold
નવી દિલ્હી, 14 એપ્રિલ: એક સમયે રેકોર્ડ પર રેકોર્ડ બનાવનાર સોનાના ભાવમાં ઘટાડાનો રાઉન્ડ યથાવત છે. શનિવારે ગ્લોબલ માર્કેટમાં ભારે ભરઘમ ઘટાડા વચ્ચે સ્ટોકિસ્ટોની તાબડતોડ વેચાણથી સોનાના ભાવમાં 1,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામની અત્યાર સુધીની સૌથી મોટો ઘટાડો નોધાયો છે. આ સાથે જ સોનાના ભાવ ધટીને 28,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. ચાંદીમાં પણ 600 રૂપિયાનો ધટાડો થતાં 48,000 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.

સોનામાં આ અઠવાડિયાની શરૂઆતથી જ ઘટાડાનું વલણ બનેલું રહ્યું છે અને આ 30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે હતો. જો કે શનિવારે આ 1,250 રૂપિયાના રેકોર્ડ બ્રેક ધટાડાની સાથે 28,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયો છે. આ પહેલાં સોનાએ આ લોઅર લેવલ ગત વર્ષે સાત એપ્રિલના રોજ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ 84 ડોલરના ઘટાડા સાથે 1,477 ડોલર પ્રતિ ઔંસ રહ્યો છે.

ઓલ ઇન્ડિયા શરાફા બજારના વાઇસ પ્રેસિડેન્ટ સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે એક દિવસમાં સોનાના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે. ભવિષ્યમાં માર્કેટમાં વેચાણને જોતાં આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડાનો ભાવ યથાવત રહી શકે છે. તેમને કહ્યું હતું કે સોનાના ભાવમાં આ ઘટાડાના કારણે ફ્યૂચર માર્કેટ ટ્રેડ જ છે. બજારમાં સોનાની વાસ્તવિક ખરીદી ન બરાબર છે.

માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે નવરાત્રિમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. તેમછતાં રિટેલ બિઝનેસમાં નરમાઇ આવવાની આશંકા હોવાથી ખરીદીમાં રસ ધરાવતા નથી. આ દરમિયાન સટોડિયા સતત વેચાણથી મલ્ટી કમોડિટી એક્સચેંજમાં વાયદા બજારમાં સોનું 28,000 રૂપિયાથી નીચે જતું રહ્યું છે.

ચાંદીના ભાવ પણ 2,500 રૂપિયાના ઘટાડા સાથે 50,100 રૂપિયા પ્રતિ કિલો છે. ઔદ્યોગિક એકમો તથા સિક્કા બનાવનાર એકમો તરફથી માંગમાં ઘટાડો થતાં ચાંદીમાં નરમાઇ રહી છે.

ઘરેલું બજારમાં 99.9 તથા 99.5 ટકા શુદ્ધ સોનાનો ભાવ 1,250 રૂપિયાથી ઘટીને 28,350 તથા 28,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. સિક્કાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 24,800 રૂપિયા પ્રતિ (8 ગ્રામ) થઇ ગયો છે. આ પ્રમાણે તૈયાર ચાંદીનો ભાવ 2,500 રૂપિયાના ઘટાડા સાથે 50,100 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો અને સાપ્તાહિક ડિલિવરી ચાંદીનો ભાવ 2,745 રૂપિયા ઘટીને 48,780 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો.

English summary
Gold suffering a biggest ever single-day loss of Rs 1,250 to hit one-year low of Rs 28,350 per 10 gram was the feature of trading in the national capital during the past week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X