For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Price : સોનાના ભાવમાં મોટો ઘટાડો! સોનું 2786 રૂપિયા સસ્તું થયું, જાણો નવા ભાવ

સોનું ખરીદવાનું આયોજન કરનારાઓ માટે સારા સમાચાર છે. સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો હતો.

|
Google Oneindia Gujarati News

Gold Price : સોનું ખરીદવાનું આયોજન કરનારાઓ માટે સારા સમાચાર છે. સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર, સોનાનો વાયદો 0.3 ટકા ઘટીને રૂપિયા 52,712 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનો ભાવ 0.6 ટકા ઘટીને રૂપિયા 69970 પ્રતિ કિલોગ્રામ થયો હતો. નોંધનીય છે કે, ગત અઠવાડિયે સોનાનો ભાવ ઓગસ્ટ 2022 બાદના સર્વોચ્ચ સ્તરથી રૂપિયા 56,200 પર ઝડપથી વધીને રૂપિયા 55,558 થયો હતો.

સોનાના ભાવમાં ઘટાડો

સોનાના ભાવમાં ઘટાડો

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વૈશ્વિક બજારમાં વેચવાલી ચાલી રહી છે. ઘણા દેશોની આર્થિક સ્થિતિ કથળી છે. જો આપણે વૈશ્વિક બજારો પર નજર કરીએ તો, આજે સોનાનાભાવમાં ઘટાડો થયો છે. કારણ કે, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં રેટ વધારાની અપેક્ષાને કારણે વધારો જોવા મળ્યો છે. આજે યુક્રેન અને રશિયા વચ્ચેના સંકટને સમાપ્ત કરવામાટે બંને વચ્ચે વાતચીત થશે.

11 મહિનામાં સોનાની આયાત વધી

11 મહિનામાં સોનાની આયાત વધી

નોંધનીય છે કે, ભારતમાં સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં એટલે કે એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન 73 ટકા વધીને 45.1 અબજ ડોલર થઈ ગઈછે.

માગ વધવાને કારણે સોનાની આયાત વધી છે. આ સાથે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં સોનાની આયાત 26.11 અબજ ડોલર રહી હતી.

3 ટકા GST અલગથી વસૂલવામાં આવશે

3 ટકા GST અલગથી વસૂલવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, www.ibjarates.com પર સવારે અને સાંજે સોના અને ચાંદીના ભાવ જાહેર કરવામાં આવે છે. આ વેબસાઇટ દ્વારા જાહેર કરાયેલા દર પર 3ટકા GST અલગથી ઉમેરવો પડશે.

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી

  • 24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું છે.
  • 22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું છે.
  • 21 કેરેટ સોનાની ઓળખ 875 લખેલું છે.
  • 18 કેરેટના દાગીના પર 750 લખેલું છે.
  • 14 કેરેટની જ્વેલરી પર 585 લખેલું છે.
આ રીતે જાણો સોના ચાંદીના ભાવ

આ રીતે જાણો સોના ચાંદીના ભાવ

જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર કિંમત તપાસવી જ જોઈએ. રેટ જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીનેસરળતાથી જાણી શકો છો.

આ માટે તમારે મોબાઈલ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આ પછી તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટરેટ ચેક કરી શકો છો.

જો આ એપમાં સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) દ્વારા ગ્રાહકનેતરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

English summary
Gold Price : Big drop in gold price! Gold became cheaper by Rs 2786, know the new price.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X